ડીસા નગરપાલિકા હદ વિસ્તાર ના વોર્ડ નંબર પાંચમા વિકાસના કામો ન થતા નગરસેવકે ચીફ ઓફિસરને રજૂઆત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-22 11:52:41
  • Views : 328
  • Modified Date : 2021-09-22 11:52:41

     ડીસા નગરપાલિકા હદ વિસ્તાર ના વોર્ડ નંબર પાંચમા વિકાસના કામો ન થતા નગરસેવકે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. દરેક ગામ અને શહેર નો વિકાસ રોડ ગટર અને લાઈટ આધારિત હોય છે ત્યારે ડીસા શહેરમાં જ્યારથી ભાજપ શાસિત નગરપાલિકામાં શાસન આવ્યું છે ત્યાંથી ડીસા શહેરના અનેક વિસ્તારોમાં ગટર રોડ અને લાઈટો નો કામ કરવામાં આવી રહી છે પરંતુ આજે પણ ડીસા નગરપાલિકાના હદમાં આવતા અનેક એવા વિસ્તારો છે જ્યાં કોઈપણ જાતની સુવિધા પૂરી પાડવામાં આવી નથી જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5 છેલ્લા ઘણા સમયથી ગટર રસ્તા અને લાઈટની સુવિધા ન હોવાના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ બાબતે સ્થાનિકો એ આ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા આ પક્ષના ઉમેદવાર મધુબેન કેલાને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ મધુબેન દ્વારા આ બાબતે તાત્કાલિક ધોરણે ગટર અને રસ્તાઓ સારા બનાવવા માટે ડીસા નગરપાલિકામાં બોર્ડમાં રજૂઆત કરી હતી તેમ છતા પણ વોર્ડ નંબર 5 માં કોઈપણ વિકાસ નું કામ ન કરવામાં આવતા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે કે બાદ આજે ફરી એકવાર અપક્ષ ઉમેદવાર મધુબેન એ તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં ગટર અને રસ્તાઓ બનાવવા માટે લેખિત અને મૌખિક ડીસા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને રજૂઆત કરી હતી.અને જો તાત્કાલીક ધોરણે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કામ નહીં કરવામાં આવે તો નગરપાલિકામાં આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી.

Download Our B K News Today App



Related News