ડીસા નગરપાલિકા દ્વારા સાત સંપો બનાવવામાં આવ્યા ડીસા શહેર પાણીની સમસ્યામાંથી દૂર પાલિકા પ્રમુખની કામગીરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:43:31
  • Views : 2074
  • Modified Date : 2019-04-04 11:43:31

ઉનાળાની શરૂઆત જેમ જેમ શરૂ થઈ રહી છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા ઉભી થઇ રહી છે. ત્યારે ચાલુ વર્ષે ડીસા નગરમાં પીવામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે ડીસા નગરપાલિકા દ્વારા અત્યારથી જ પાણીના નવા બોર બનાવવામાં આવ્યા છે. જેથી ઉનાળામાં ડીસા વાસીઓને
 પીવાના પાણીની સમસ્યા ન સર્જાય.
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ પડવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ત્રણ જીવાદોરી સમાન ડેમોમાં પણ નહિવત વરસાદ પડવાના કારણે ખાલીખમ  પડયા છે, જેના કારણે આ વર્ષે પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી સ્થિતિ બનાસકાંઠા જિલ્લામાં સર્જાઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ડીસા નગરપાલિકા દ્વારા ઉનાળામાં ડીસા શહેરના લોકોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે ૧૪ કરોડના ખર્ચે નવા ૭ પાણીના સાંપો બનાવવામાં આવ્યા છે, જેના કારણે ડીસા શહેરમાં વસતા લોકોને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય. આ અંગે ડીસા
નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રમુખ શિલ્પાબેન માળીએ જણાવ્યું હતું કે ડીસા શહેરમાં વસતા તમામ લોકોને ઉનાળામાં પીવા માટે
પૂરતું પાણી મળી રહે તે માટે ડીસા નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે વરસાદ ઓછો થવાના કારણે ડીસા શહેરમાં પાણી સમસ્યા સર્જાય તેમ હતી પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા નવા બોર બનાવી ઉનાળામાં ડીસા વાસીઓને પૂરતું પાણી મળી રહે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે.
ડીસા શહેરમાં ૧,૨૨,૫૫૬ ની વસ્તી રહે છે. ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ થવાના કારણે પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. ત્યારે ડીસા શહેરમાં ચાલુ વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા નો સામનો ન કરવો પડે તે માટે



Download Our B K News Today App



Related News