ડીસાની મુખ્ય ગટર લાઈન ગંદકીમાં ગરકાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-26 12:18:02
  • Views : 419
  • Modified Date : 2019-07-26 12:18:02

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના લાલચાલી વિસ્તારોમાંથી પસાર થતી મુખ્ય ગટર લાઈન સફાઈના અભાવે ગંદકીમાં ગરકાવ થઈ ગઈ છે જેથી ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાય રહી છે.ડીસા શહેરના લાલચાલી વિસ્તારમાં આવેલ મુખ્ય ગટર લાઈન જે હિન્દુ ધર્મશાળામાંથી  લાલચાલી, જાગૃતિ સંકુલની બાજુમાંથી નીકળે છે જે ખુલ્લી હોવાથી અંદર કચરાની આડમાં મરેલા કૂતરા  બિલાડી જેવા પ્રાણીઓ, મેડીકલ વેસ્ટ સહિત દુનિયાભરની ગંદકી ઠલવાય છે જેની આજુબાજુ દુકાનો, રહેણાંક મકાનો અને શાળા પણ આવેલી છે પરંતુ સફાઈના અભાવે માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાય છે. જેથી રહીશો, વેપારીઓ અને શાળામાં ભણતા બાળકોની હાલત દયનીય બની જવા પામી છે આ બાબતે વેપારીઓ દ્વારા પાલિકામાં અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ભરાતા નથી તેથી ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શકયતા છે. ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્‌યા આ વિસ્તારના નગરસેવક છે. તેમ છતાં કામ ન થતા રહીશોમાં રોષ છવાયો છે. હકીકતમાં ખુલ્લી ગટર ઢાંકી ઉપર રોડ બનાવાય તો શહેરીજનોને વાડી રોડ સ્મશાન તરફ જવાના ટૂંકા વૈકલ્પિક રોડની સુવિધા મળે તેમ છે હાલમાં ધારાસભ્યની આગેવાની હેઠળ સ્મશાન ઘાટના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ રોડ બાબતે વિચારાય તેમ રહીશો અને વેપારીઓ ઝંખે છે. હાલમાં થોડા વરસાદમાં પણ ગટર ઉભરાય છે. તેથી રહીશો અને વેપારીઓ સાથે રાહદારીઓ પણ તોબા પોકારે છે. જેને ગંભીરતાથી લઈ પાલિકા દ્વારા  માનવીય અભિગમ દાખવીને  ગટરની સત્વરે સફાઈ હાથ ધરાય તેવો જનમત પ્રવર્તે છે.



Download Our B K News Today App



Related News