ડીસાની ડોગ ફિમેલે અમદાવાદ ડોગ શામાં ૬ ઇનામો જીત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 06:10:39
  • Views : 691
  • Modified Date : 2019-04-11 06:12:45

ડોગ એ એક વફાદાર પ્રાણીનું પ્રતીક છે અને આજે પણ લોકો તેના આ પ્રતિકથી તેમને રાખવાનું અને સેવા કરવાનું પસંદ કરે છે. વાત કરીશું અમદાવાદ ખાતે યોજાયેલા ડોગ શાની. અમદાવાદ ખાતે ૨૩-૨૪ કેનેઇન ડોગ શો યોજાયો હતો.જેમાં ડીસાની જર્મન સેફર્ડ જાતની ફિમેલે ૬ જેટલા માતબર ઇનામો જીત્યા હતા.
   ડીસા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના જર્મન સેફર્ડના જાણકાર અને બ્રિડર દિવ્ય રાજપૂરોહિત છેલ્લા ઘણા સમયથી આ લાઈનમાં સંકળાયેલા છે. તેમને જયપુરમાંથી ખરીદેલી જર્મન સેફર્ડની ફાયા ઓફ ફાયર ફોક્સ નામની ફિમેલ અમદાવાદ ખાતે ડોગ શામાં ૨ ચેલેંજ સર્ટિફિકેટ, ૨ બેસ્ટ ઓફ બ્રિડ ,૨ ગ્રુપ રનઅર્પ ઇનામો પોતાના નામે કર્યા હતા. આ ફીમેલે છ જેટલા ઇનામો જીત્યા હતા આના અગાઉ પણ જયપુર તેમજ અન્ય ડોગ શામાં આ ફિમેલે જીતતી આવી છે. ડીસાના દિવ્ય રાજપુરોહિત અત્યાર સુધી ૫૦થી પણ વધારે ઇનામો ડોગ શો ના માધ્યમથી જીત્યા છે .જે એક મહ¥વની સિદ્ધિ ડીસા તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગણાય.
 

Download Our B K News Today App



Related News