ભાજપને જીતાડવા તનતોડ મહેનત કરતા ડીસાના ધારાસભ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-25 11:52:38
  • Views : 425
  • Modified Date : 2021-02-25 11:52:38

ડીસા નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામતો જાય છે. ડીસા ધારાસભ્ય
શશીકાન્તભાઈ પંડયા ગ્રાઉન્ડ લેવલ પર ઉમેદવારો અને કાર્યકરો સાથે ખભેથી ખભો મિલાવી ભાજપની પેનલો જીતાડવા દિવસ રાત એક કરી મહેનત કરી રહ્યા છે. દરેક સભા અને મીટીંગમાં ડીસા ધારાસભ્ય પેનલને જીતાડવા અપીલ કરતા જાેવા મળે છે. સાથે સાથે સરકારે અને  ભાજપની ગત બોડીએ જે કામ કર્યા છે અને જે વિકાસ કર્યો છે એના આધારે મત માગી રહ્યા છે. સાથે સાથે ભાજપના જ કેટલા
આગેવાનોની નિષ્ક્રીય અને નકારત્મક ભૂમિકાને લઈને કયાંક ઈશારો કરતા પણ જાેવા મળ્યા છે. સટ્ટા બજારના અંદાજે ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન જળવાઈ રહે તેવી આગાહી છે. મહાનગરપાલિકાના પરિણામો પણ અહીંયા અસર કરતા જાેવા મળે છે.
એક અંદાજા મુજબ ડીસા નગરપાલિકામાં અત્યારે ભાજપની ઓછામાં ઓછી ૨૦ અને વધુમાં વધુ ૨૬ સીટોની લોેકોમાં ચર્ચા છે. વોર્ડ નં. ૮  ને બાદ કરતાં દરેક જગ્યાએ પેનલ ખભેથી ખભા મિલાવીને ચૂંટણી પ્રચાર કરી રહી છે અને જીતવાની મહેનત કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News