ડીસાના ભીલડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-17 12:59:07
  • Views : 795
  • Modified Date : 2019-07-17 12:59:07

ડીસા ભીલડી હાઇવે પર ભીલડીમાં આવેલ સિલસિલા હોટલ આગળ પડેલ ટ્રેઇલરની  પાછળથી આવી ટક્કર મારતા ટ્રેઇલરના કેબિનનો કુરચો બોલાઇ ગયેલો અને પાછળના ટ્રેઇલરમાં સવાર બે ઇસમોમાંથી એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે એકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.ભીલડી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના ભીલડી નેશનલ હાઇવે ઉપર સિલસિલા હોટલ આગળ પડેલ ટ્રેઇલર નં આર.જે જીસી ૫૭૫૫ નંબરના ટ્રેઇલરની પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રેઇલર નં એચ.આર ૬૭ સી ૩૧૫૮ને ટક્કર મારતા પાછળના ટ્રેઇલરના કેબિનના કુરચા વળી જતા ટ્રેઇલરના કેબિનમાં બેઠેલડ્રાઇવર અને કંડક્ટરમાંથી એકનું મોત નિપજ્યું હતું.આ બાબતે સુખપાલ ભંવરલાલ (જાતે.ગુર્જર) ધંધો ડ્રાઇવિંગ (રહે. દેવપુરા, તા.નસીરાબાદ, જિ.અજમેર) વાળાએ  ટ્રક ટ્રેઇલર નં એચ.આર ૬૭ સી ૩૧૫૮ના ડ્રાઇવર સદારામ ભંવરભાઇ મેરાત (રહે.આજમેર) વિરૂધ્ધ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભીલડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

 



Download Our B K News Today App



Related News