ડીસા નગરપાલિકાનું વિકાસ અને આરોગ્ય લક્ષી આંદાજપત્ર રજૂ : શહેરમાં વિકાસના કામો પર ખર્ચ કરવાનો અંદાજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-01 11:12:46
  • Views : 192
  • Modified Date : 2022-04-01 11:12:46

ડીસા નગરપાલિકા દ્વારા વિકાસ અને આરોગ્ય લક્ષી આંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.. જેમાં ગત વર્ષની હિસાબો રજૂ કરવા ઉપરાંત આગામી વર્ષના અંદાજિત ખર્ચ અને આવક દર્શાવવામાં આવ્યા હતા.. પાલિકા દ્વારા આ અંદાજપત્ર વિકાસ અને આરોગ્ય લક્ષી હોવાનો દાવો કરવામાં આવ્યો છે..

 

 “ માર્ચ મહિનો એટ્લે હિસાબી વર્ષનો અંતિમ મહિનો.. માર્ચમાં અંદાજપત્ર રજૂ કરવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે.. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા પણ વર્ષ 2022-23નું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું.. સહુ પ્રથમ વર્ષ 2021-22નું  ૨૧ કરોડ ૩૫ લાખની પુરાંત વાળા બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું.. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨માં થયેલી ૮૫ કરોડ ૫૬ લાખ ૨૪ હજારની આવક સામે ૬૪ કરોડ ૨૦ લાખ ૫૮ હજારનો ખર્ચ રજૂ કરવામાં આવ્યો હતો.. ત્યારબાદ આગામી વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૪૦ કરોડ ૯૧ લાખ લાખ ૫૨ હજારની આવક સામે ૨૩૫ કરોડ ૫૮ લાખ ૭૫ હજારનો અંદાજિત ખર્ચ દર્શાવી ૫ કરોડ ૩૨ લાખ ૭૭ હજારની પુરાંત વાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.. આ અંદાજ પત્રમાં આગામી સમયમાં શહેરના નવીન ટાઉનહૉલ, લાઇટ, સફાઈ અને પાણી જેવી આવશ્યક સેવાઓ. ફાયસ સ્ટેશન, ઓફિસ બિલ્ડીંગ, રોડ, રસ્તા ગટરના કામો અને આંગણવાડીના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.. આ ઉપરાંત સરકારની અમ્રુત-૨ યોજના અંતર્ગત શહેરમાં બગીચા, પાણી અને સોલર પ્રોજેકટ પર વિકાસના કામો પર ખર્ચ કરવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે..

 

ડીસા નગરપાલિકા દ્વારા અંદાજપત્ર રજૂ કરવાનું હતું અને તેના માટે ખાસ સભા બોલાવવામાં આવી હતી.. ત્યારે પાલિકાના સભાખંડમાં પાલિકાના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને આટલી માતબર રકમનું અંદાજપત્ર રજૂ કરવાનું હોય વિપક્ષી સદસ્યોએ પણ આ અંગે વિકાસ કાર્યોમાં ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો.. પરંતુ આજનું બજેટ માત્ર ૨૫ મિનિટ ૪૩ સેકન્ડમાં પૂરું કરી દેવામાં આવતા વિપક્ષી સદસ્યોમાં રોષ જોવા મળ્યો હતો..

  વિપક્ષ દ્વારા આ બેઠક ઝડપી આટોપી લેવાના કરવામાં આવેલા આક્ષેપને પગલે પાલિકા પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે પાલિકા દ્વારા વિકાસના કર્યો કરવામાં આવે છે.. પરંતુ વિપક્ષ વિકાસના કાર્યોમાં ચર્ચા કરવાને બદલે માત્ર હોબાળા જ કરતી હોય છે.. અને તંદુરસ્ત વાતચીતનો અભાવ જોવા મળતો હોવાના લીધે સમય મર્યાદામાં આ સભા સંપન્ન કરવામાં આવી છે..

ડીસા નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૪૦ કરોડ ૯૧ લાખની આવક સામે ૨૩૫ કરોડ ૫૮ લાખનો ખર્ચ બતાવીને આજનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.. ત્યારે આગામી સમયમાં ડીસા શહેર પાછળ આટલી મોટી રકમ ખર્ચ થવાની હોવાથી શહેરનો નક્શો બદલાઈ શકે છે.. ત્યારે વર્ષ બાદ ડીસામાં કેટલો વિકાસ થાય છે તે આવનારા સમયમાં જોવા મળશે....

Download Our B K News Today App



Related News