ડીસા નગરપાલિકા દ્વારા ગાયત્રી મંદિરની સામે આવેલા ડોક્ટર હાઉસમાં ૧૫ જેટલી હોસ્પિટલોને બિયો પરમિશનને લઇ નોટિસો ફટકારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-25 13:20:36
  • Views : 2855
  • Modified Date : 2021-09-25 13:20:36

     ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામને લઈને અનેકવાર જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકા અને સરકાર સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે ત્યારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા બીઓ  પરમિશનને લઈને રાજ્ય સરકારને કડક આદેશ આપવામાં આવ્યા છે ત્યારે ડીસા નગરપાલિકાની હદમાં હાઈવે પર આવેલી ગાયત્રી મંદિરની સામે ડોક્ટર હાઉસમાં રેસીડેન્સી એરિયામાં 100 જેટલી કોમર્શિયલ હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે જેને લઇને અનેક અરજદાર દ્વારા નગરપાલિકા અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકા દ્વારા આજરોજ ડીસાના ગાયત્રી મંદિરની સામે આવેલા ડોક્ટર હાઉસમાં આવેલ ૧૫ જેટલી હોસ્પિટલોને (બીઓ) બિલ્ડીંગ પરમિશનને લઈને નોટિસ ફટકારવામાં આવી છે અને સાત દિવસમાં બિલ્ડિંગના બાંધકામની પરમિશન સાથે ડીસા નગરપાલિકામાં 15 હોસ્પિટલના બિલ્ડરોને નોટિસ આપવામાં આવી છે ડીસા ગાયત્રી મંદિર ની સામે ૧૫ જેટલી હોસ્પિટલો અને નગરપાલિકા દ્વારા બિલ્ડીંગ પરમિશન લઇને કરવામાં આવેલી નોટિસ લઈને ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું હતું કે ડીસા શહેરના કુલ હાઇવે પર 100 જેટલી બિલ્ડીંગો આવેલી છે જેમની સામે નગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને અત્યારે ૧૫ જેટલી હોસ્પિટલોને બિલ્ડીંગ પરમિશનને લઇ નોટિસ આપવામાં આવી છે અને વધુ તમામ  બિલ્ડિંગોના માલિકોને નોટિસ આપવામાં આવશે નગરપાલીકા દ્વારા હોસ્પિટલોને નોટિસ આપી અને બિલ્ડીંગ પરમિશન લઇને ખુલાસો માંગવામાં આવ્યો છે  અને સાત દિવસમાં નગરપાલિકામાં બિલ્ડીંગની પરમિશન સાથે ખુલાસો આપવાનો રહેશે 7 દિવસમાં નોટિસ મળ્યા બાદ ખુલાસો આપવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા તમામ બિલ્ડિંગો સામે કડક કાર્યવાહી કરી બિલ્ડીંગો સીલ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News