ડીસા નગરપાલિકા રખડતાં પશુઓને દૂર કરવામાં નિષ્ફળ : આજે વધુ એક વૃદ્ધને ગાયે અડફેટે લેતા ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-02 13:04:33
  • Views : 298
  • Modified Date : 2022-02-02 13:04:33

ડીસા નગરપાલિકા રખડતાં પશુઓને દૂર કરવામાં નિષ્ફળ : આજે વધુ એક વૃદ્ધને ગાયે અડફેટે લેતા ઇજાગ્રસ્ત

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા ડીસા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળે છે. ડીસામાં બે રખડતી ગાયોએ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા નગરમાં આતંક મચાવ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં થોડાં સમય પહેલાં આજ‌ વિસ્તારમાં રહેતા ભાવેશ કુમાર ગિરધરભાઇ લોધા નામના એક યુવકને ગાયોએ અડફેટે લેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં પરિવારના સભ્યો દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આજે વધુ એક વૃદ્ધ ગાયોના આતંકનો ‌ભોગ બન્યા હતા જેમાં ધુડાભાઇ જે. ઠક્કર નામના એક વૃદ્ધને ગાયે ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી ત્યારે વિશ્વકર્મા નગરમાં રહેતા સ્થાનિક લોકો એ 108ને જાણ કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ધુડાભાઇને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

ડીસા શહેરમાં બજારની વચ્ચે આખલા બાખડવાની કે રખડતાં ઢોરો આતંક મચાવ્યાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજે રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા નગરમાં બે ગાયો વચ્ચે યુદ્ધ શરુ થયુ હતુ, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો જેમાં રાહદારીઓને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનામાં કેટલાક રાહદારીઓ તો માંડ માંડ બચ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે. ગાયોના આતંકના કારણે આસપાસના વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી પડે છે. કેટલીક વખત આવી રખડતાં ઢોરો અને આખલાઓ ઘણી વાર વાહનોને પણ નુકસાન પહોંચાડતા હોય છે તો ત્યાંથી પસાર થતા વાહનચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે.ત્યારે ડીસા નગરપાલિકા તંત્રને શહેરના વિવિધ વિસ્તારોમાં અત્ર તત્ર સર્વત્ર ‌અડચણરૂપ ટ્રાફિક જામ કરતા વાહનચાલકો ને દંડ ફટકારી ટોઈંગ વ્યવસ્થા દ્વારા વાહનો જપ્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા શહેરમાં વિવિધ વિસ્તારોમાં અવાર નવાર રાહદારીઓ અને સામાન્ય જનતા અને વાહનચાલકોને રંજાડતા રખડતાં ઢોરો પાંજરે પુરવા તંત્રને જાણે કયો ગ્રહ નડે છે

 

ડીસા શહેરમાં રખડતાં પશુઓને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. નાયબ કલેકટરના હુકમ છતાં ડીસા નગરપાલિકા રખડતાં પશુઓને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે. અવારનવાર ડીસા શહેરમાં આખલાઓ સહિતના ઢોરનો ત્રાસ રહેતો હોય છે. સ્થાનિકો દ્વારા પણ આ અંગે અનેક વાર પાલિકામાં રજુઆત કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી

Download Our B K News Today App



Related News