ડીસા નગરપાલિકા દ્વારા શહેરના ડોલીવાસ વિસ્તારમાં ૩૫ લાખના ખર્ચે નવીન રોડનું ખાતમુહૂર્ત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-15 11:08:12
  • Views : 289
  • Modified Date : 2022-05-15 11:08:12

 

ડીસા શહેર નગર પાલિકા દ્વારા શહેરના ડોલી વાસ વિસ્તારમાં ૩૫ લાખના ખર્ચે નવીન રોડનું ખાતમુહૂર્ત ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે કરવામાં આવ્યું હતું.

 

ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે ડીસામાં જ્યારથી ભાજપ સાશીત નગરપાલિકાનું શાસન આવ્યું છે. ત્યારથી શહેરમાં દિવસે ને દિવસે વિકાસના કામો વધી રહ્યા છે ખાસ કરીને ડીસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે રાજુભાઈ ઠક્કર શાસન સંભાળી છે ત્યારથી ડીસા શહેરના તમામ વિસ્તારોમાં લાઈટ રસ્તા અને પાણીની સારી વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે ખાસ કરીને હાલમાં શ્રમજીવી વિસ્તારોમા પાલિકા દ્વારા તમામ સુખાકારીની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે જે અંતર્ગત છેલ્લા ઘણા વર્ષોથી માલગઢ થી બજારમાં જતા રોડ બિસ્માર હાલતમાં જોવા મળતો હતો માલગઢ થી રોજે રોજ હજારોની સંખ્યામાં ખેડૂતો અને તને લોકો બનાસ નદીના પટમાંથી પસાર થઈ નીકળતા હતા આ રસ્તા પરથી મોટાભાગે મજુર વર્ગને ખેડૂતો પોતાના વાહન લઇને નીકળતા હતા જેના કારણે તેમને ખરાબ રોડ અને માટીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો જે બાબતે સ્થાનિક લોકોએ ડીસાના ધારાસભ્ય ને રજૂઆત કરતાં આજે ૩૫ લાખના ખર્ચે ડોલી વાસ થી માલગઢ ચોટીલા નવી નું ખાતમુરત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા કારોબારી સમિતિના ચેરમેન જીગ્નેશ ભાઈ જોશી ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર રાજુભાઈ ઠાકોર નયનાબેન પરમાર પુનમબેન ભાટી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Download Our B K News Today App



Related News