પવિત્ર શ્રાવણ માસને લઇ ચાલતા કતલખાના અને મટનશોપ બંધ કરાવવા માટે આજે ડીસા નગરપાલિકાની ટિમ અને સ્થાનિક ધારાસભ્ય પહોંચી ગયા અને જાહેરનામાનો ભંગ કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-24 12:15:56
  • Views : 364
  • Modified Date : 2021-08-24 12:15:56

     પવિત્ર શ્રાવણ માસને લઇ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કતલખાના અને નોન વેજની હોટલોને બંધ કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.. પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ મટન શોપ અને કતલખાના ધમધમી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.ત્યારે આ ફરિયાદોને પગલે આજે ડીસા નગરપાલિકા અને સ્થાનિક પોલીસ સાથે ડીસાના ધારાસભ્ય શહેરના ગવાડી વિસ્તારમાં આ દુકાનો બંધ કરાવવા અને નિયમોનો ભંગ કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પહોંચી ગયા હતા.. સહુ પ્રથમ ધારાસભ્ય દ્વારા બનાવવામાં આવેલી ટિમ શહેરના મીરા મહોલ્લા ખાતે પહોંચી હતી.. જ્યાં સરકારના જાહેરનામા બાદ પણ ખુલ્લી એક મટનશોપ જોવા મળતા આ દુકાનને બંધ કરાવી હતી.. ત્યારબાદ શહેરના ગવાડી વિસ્તાર પહોંચી હતી અને ભોપાનગરમાં ચાલતી  કાફે મિલન નામની નોન વેજની હોટલ ખુલ્લી જણાઈ હતી.. જેથી આ હોટલના સંચાલક પાસે હોટલના પરવાનાની માંગણી  કરતા  તેની પાસેથી હોટલના કોઈ પણ જાતના પરવાના ના મળી આવતા ધારાસભ્યની સૂચના થી પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. આજે ડીસાના ધારાસભ્યએ પોલીસ અને પાલિકાની ટીમને સાથે રાખીને કરેલી આ કામગીરી કરતા ડીસામાં ગેરકાયદેસર રીતે મટનશોપ અને કતલખાના ચલાવતા તત્વોમાં ફફડાટ મચી ગયો હતો અને ટપોટપ પોતાની દુકાનો બંધ કરી ને ફરાર થઇ ગયા હતા.. ધારાસભ્યએ મીડિયા  જણાવ્યું હતું કે લોકોની લાગણીને ધ્યાને રાખીને કરવામાં આવેલી આ કાર્યવાહીમાં મટનશોપ ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું બહાર આવ્યું છે.. અને સરકારી જમીનનો દુરુપયોગ આ તત્વો દ્વારા કરવામાં આવતો હોવાના લીધે તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ પણ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

શ્રાવણ માસ દરમ્યાન હિન્દૂ ધર્મના લોકોની ધાર્મિક લાગણીઓ ના દુભાય એટલા માટે આજે ધારાસભ્ય દ્વારા શહેરમાં ચાલતી નોનવેજની હોટલો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.. આ કાર્યવાહી દરમ્યાન નોનવેજની હોટલો ચલાવી રહેલા તત્વો કોઈપણ મંજૂરી વગર આ હાટડીઓ ચલાવતા હોવાનું સામે આવ્યું છે.. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ તત્વો સામે આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે ચર્ચાએ બનાસકાંઠા જિલ્લામાં જોર પકડ્યું છે. 

Download Our B K News Today App



Related News