ડીસા તાલુકાના જૂની ભીલડી ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનું જોશી પરિવાર દ્વારા ગોળતુલા કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-29 13:36:21
  • Views : 373
  • Modified Date : 2021-08-29 13:36:21

     ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાને જૂની ભીલડી ચેહર માતાના ધામે જોશી પરિવાર ગોળ તુલા કરવામાં આવી હતી.ડીસા તાલુકાના જૂની ભીલડી ખાતે આવેલ ચેહર માતાના ધામે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાની જોષી અલ્કેશભાઈ લાલજીભાઇ દ્વારા ગોળતુલા કરવામાં આવી હતી.જેમાં જૂની ભીલડી સરપંચ મનોજભાઈ જોષી દ્વારા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાને ફૂલ હાર શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ પાવન યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી...જૂની ભીલડીના પુર્વ સરપંચ અને બ્રહ્મ સમાજના આગેવાન અને શિવ ભક્ત જોષી હરગોવનદાસ નથુરામભાઈની મુલાકાત કરી આનંદ અનુભવ્યો હતો. આ પ્રસંગે પરીવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયાએ ભીલડીના હરગોવનભાઈ જોષી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમમાં જોશી પરિવાર તેમજ ગામ લોકો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News