ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાનું સરકારી હોસ્પિટલ ખાતે સન્માન કરાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-18 11:47:52
  • Views : 237
  • Modified Date : 2022-05-18 11:47:52

  ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાનું સરકારી હોસ્પિટલ ખાતે સન્માન કરાયુ

 

ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ડીસા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રવિ રાજ પુરોહિત અને સિવિલ સ્ટાફ દ્વારા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ડીસા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રવિ રાજ પુરોહિત તેમજ સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા નું સન્માન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા આ સન્માન સમારોહ કાર્યક્રમ માં ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર ડીસા શહેર ભાજપ મહામંત્રી રાકેશભાઈ પટેલ હકમાજી જોશી, ડીસા શહેર યુવા મોરચા પ્રમુખ વિજય વાઘેલા ડીસા નગરપાલિકા કારોબારી ચેરમેન જીગ્નેશ ભાઈ જોશી નયનાબેન પરમાર પુનમબેન ભાટી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયા બાદ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જે બાદ તમામ લોકોએ આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા નો આભાર વ્યક્ત કર્યો હતો આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News