ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા પહોંચ્યા પોલીસ મથકે : હિન્દુ દીકરીને ભગાડી જનાર યુવકને ધારાસભ્યની ચીમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 13:23:27
  • Views : 1155
  • Modified Date : 2021-08-13 13:23:27

    ડીસામાં ત્રણ દિવસ અગાઉ ગંજીપુરા વિસ્તારમાં રહેતો લઘુમતી સમાજનો યુવક સગીર યુવતીને ભગાડી જતા ધારાસભ્ય શશીકાંત પંડ્યા પોલીસ મથકે પહોંચ્યા હતા.

ડીસા શહેરના ગવાડી ગંજીપુરા વિસ્તારમાં રહેતો લઘુમતી સમાજનો યુવક સગીરવયની યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે બાદ સગીર યુવતીના પરિવારજનોએ પોતાની દીકરીને પાછી લાવવા માટે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આજે ત્રણ દિવસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં ડીસા દક્ષિણ પોલીસ એ સગીર વયની દીકરીનો ક્યાંય પત્તો લગાવ્યો ન હતો. જેથી આ બાબતે સગીર વયની યુવતીના પરિવારજનોએ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને રજૂઆત કરી હતી. જે બાદ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગંજીપૂરા વિસ્તારનો લઘુમતી સમાજનો યુવક સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લઈ ગયો છે તે બાબતની ડીસા દક્ષિણ પોલીસ મથકના ડી.વાય. એસ.પી. ડો. કુશલ ઓજાને રજૂઆત કરી હતી.

લઘુમતી સમાજના વ્યક્તિઓને છોડવામાં નહીં આવે

લઘુમતી સમાજનો જે યુવક સગીર દીકરીને ભગાડી ગયો છે તે તાત્કાલિક ધોરણે જાે હિન્દુ સમાજને પાછી નહીં આપે તો આવનારા સમયમાં તેનું ગંભીર પરિણામો આવશે. વર્ષોથી ડીસામાં હિંદુ ધર્મ આગ પર બેસેલો છે અને જાે આવા સમયે લઘુમતી સમાજના લોકો હિન્દુ ધર્મના લોકોને છેડશે તો કોઈ પણ લઘુમતી સમાજના વ્યક્તિને છોડવામાં નહીં આવે.           

Download Our B K News Today App



Related News