ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા એ માલગઢ ગામે રહેતી નીલમબેનના હૃદયના વાલ્વના ઓપરેશન માટે 4 લાખ 33 હજારની મુખ્યમંત્રી ફંડમાંથી સહાય કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 13:06:06
  • Views : 478
  • Modified Date : 2021-10-06 13:06:06

     `ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા માલગઢ ગામે રહેતી નીલમબેનના હૃદયના વાલ્વના ઓપરેશન માટે 4 લાખ 33 હજારની મુખ્યમંત્રી ફંડમાંથી સહાય કરવામાં આવી હતી. ડીસાના માલગઢ ગામે રહેતી નીલમબેન પ્રવીણભાઈ સુદેશા છેલ્લા ઘણા સમયથી હૃદયના વાલ્વની તકલીફથી પીડાતી હતી. જે બાદ પ્રવીણભાઈ સુદેશા દ્વારા તેમની દીકરી નીલમબેનને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જતા હોસ્પિટલના ડોક્ટરોએ લાખો રૂપિયાનો ખર્ચ જણાવ્યું હતું પરંતુ પ્રવીણભાઈ સામાન્ય પરિવારમાં આપતા હોવાના કારણે તેમની પાસે પૈસાની સગવડ નહોતી.જે બાદ અંગેની જાણ ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાને થતા તેઓએ તાત્કાલિક ધોરણે પ્રવીણભાઈ સુદેશાના પરિવારની મુલાકાત કરી હતી.અને પ્રવીણ ભાઈના પરિવારની પરિસ્થિતિ સારી હોવાના કારણે તેઓની દીકરી નીલમબેનના ઓપરેશન માટે જણાવ્યું હતું. અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા તાત્કાલિક ધોરણે દીકરી નીલમબેનના ઓપરેશન માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ ૩૩ હજારની સહાય આપવામાં આવી હતી. સહાય  મળતાની સાથે નીલમબેન નું સફળ ઓપરેશન પણ થઈ ગઈ છે.જેથી નીલમબેનના પરિવારે ડીસાના ધારાસભ્ય અને મુખ્યમંત્રી નો આભાર માન્યો હતો.

Download Our B K News Today App



Related News