ડીસા માર્કેટયાર્ડમાં ચાલુ વર્ષે મગફળી સિઝનની સૌથી વધુ 6 લાખ 66 હજાર બોરીની મબલખ આવક નોંધાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-06 12:03:03
  • Views : 299
  • Modified Date : 2022-07-06 12:03:03


ડીસા માર્કેટયાર્ડમાં ચાલુ વર્ષે મગફળીની મબલખ આવક નોંધાઈ છે.જેમાં સિઝનની સૌથી વધુ 6 લાખ 66 હજાર બોરીની આવક માર્કેટયાર્ડ ખાતે નોંધાઈ હતી.....


ડીસા તાલુકામાં ચાલુ વર્ષે સૌથી વધુ મગફળીનું વાવેતર થયું હતું.ડીસા તાલુકોએ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો તાલુકો છે.જેના કારણે દર વર્ષે ખેડૂતો ખેતીમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે.આમ તો વર્ષોથી ડીસામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન થતું હતું.જેના કારણે ડીસાને બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષો ખેડૂતોને બટાટામાં થતાં નુકશાનના કારણે ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા હતા.ત્યારે ચાલુ વર્ષે ડીસા તાલુકાના ખેડૂતોએ સારી આવક મળી રહે તે માટે મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું.દર વર્ષ કરતા આ વર્ષે મગફળીના વાવેતરમાં પણ વધારો થયો હતો.જેના કારણે હાલ મગફળી થી ડીસા માર્કેટયાર્ડ ઉભરાઈ રહ્યું છે.ચાલુ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં સિઝનની સૌથી વધુ 6 લાખ 66 હજાર બોરીની આવક નોંધાઈ છે. ખેડૂતોને પણ ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીના સારા ભાવ મળતા હોવાના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટયાર્ડ ખાતે પહોંચી રહ્યા છે જેના કારણે હાલ માર્કેટ યાર્ડમાં ચારે બાજુ મગફળી જોવા મળી રહે છે.


Download Our B K News Today App



Related News