ડીસા માર્કેટયાર્ડ દ્વારા આંગણવાડીના કુપોષિત - અતિકુપોષિત 25 બાળકોને દત્તક લેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-17 11:46:01
  • Views : 209
  • Modified Date : 2022-03-17 11:46:01

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ના જન્મ દિવસ નિમિત્તે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ડીસા દ્વારા આંગણવાડીના કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને ખજૂર - ચણા નું વિતરણ કરી 25 બાળકોને દત્તક લઈ કુપોષિતમાં થી સુપોષિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ પોતાના જન્મ દિવસ નિમિત્તે રાજયભરમાં થી કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના આગેવાન માવજીભાઈ દેસાઈ દ્વારા ડીસા શહેરની 50 જેટલી આંગણવાડીના કુપોષિત અને અતિકુપોષિત બાળકોને બુધવારે ડીસા તાલુકા પંચાયતના સભાખંડમાં ચેરમેન માવજીભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને અને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશભાઈ ગેહલોત, બનાસકાંઠા હોમગાર્ડઝ ના જીલ્લા કમાન્ડન્ટ આર.એમ.પંડયા, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર, ડીસા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન એન.ટી.માળી, વિપુલભાઈ દવે અને સીડીપીઓ ચેતનાબેન ગઢવી ની ઉપસ્થિતિમાં આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓને ખજૂર - ચણા ના પેકેટ નું વિતરણકરવામાં આવ્યું હતું.

અંગે ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન સૌજન્ય દાતા માવજીભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, બાળકોને કુપોષણ થી સુપોષણ તરફ લઈ જવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે અંતર્ગત ડીસા માર્કેટયાર્ડ દ્વારા ડીસા શહેરની આંગણવાડીના 25 જેટલાં અતિકુપોષિત બાળકોને દત્તક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News