ડીસા મામલતદાર કચેરીનાં કર્મચારીઓહડતાળ યથાવત : સતત બીજા દિવસે મામલતદાર કચેરી કમ્પાઉન્ડ સુમસામ જોવા મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-05 12:01:17
  • Views : 212
  • Modified Date : 2022-03-05 12:01:17

ડીસા મામલતદાર કચેરીનાં કર્મચારીઓહડતાળ યથાવત : સતત બીજા દિવસે મામલતદાર કચેરી કમ્પાઉન્ડ સુમસામ જોવા મળ્યું

 

 

ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને  સમગ્ર ગુજરાતમાં મામલતદાર કચેરીનાં મહેસુલી કર્મચારીઓએ વેગવંતી બનાવી દીધી છે. કરજણના મામલતદાર સાથે અશોભનીય વર્તનને લઈ ચર્ચામાં આવેલા મનસુખ વસાવા માફી માંગે તેવી માંગ સાથે છેલ્લા બે દિવસથી રાજ્યના તમામ મામલતદાર અને મહેસુલી કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ડીસા મામલતદાર કચેરીના કર્મચારીઓ ફરજ પર પણ કાળી પટ્ટી ધારણ કરી હતી અને આજે કામકાજથી અળગા રહ્યા હતા ત્યારે સતત બીજા દિવસેડીસામાં મહેસુલ વિભાગ દ્વારા આજ રોજ મામલતદાર કચેરીઓ બંધ રાખી સાંસદ મનસુખ વસાવા સામે વિરોધ નોંધાવામાં આવ્યો હતો.

કરજણના મામલતદાર સાથે કરેલા અશોભનીય વર્તનને લઈ સાંસદ દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ સાથે આજરોજ ડીસા મહેસુલ વિભાગના અધિકારી-કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરી જઈ કામકાજથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.

મહત્વનું છે કે, ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામેના આંદોલનને મહેસુલી કર્મચારીઓએ વેગવંતુ બનાવી દીધું છે. કરજણના મામલતદાર સાથે અશોભનીય વર્તનને લઈ ચર્ચામાં આવેલા મનસુખ વસાવા માફી માંગે તેવી માંગ સાથે છેલ્લા બે દિવસથી રાજ્યના તમામ મામલતદાર અને મહેસુલી કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News