ડીસાના ટી.સી.ડી. મેદાન ખાતે આવેલા ગોગ મહારાજના મંદિરમાં યજ્ઞ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 10:49:21
  • Views : 487
  • Modified Date : 2019-06-12 10:49:21

ડીસાના ટી.સી.ડી. મેદાન ખાતે સરકારી ગોગ મહારાજનું મંદિર આવેલું છે. જેમાં ગતરોજ  યજ્ઞ યોજવામાં આવ્યો હતો. અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી આ યજ્ઞનો લાભ લીધો હતો.બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત ગોપાલ સેના દ્વારા ડીસા શહેરમાં આવેલા ન્યુ ટીસીડી ફાર્મ ખાતે સરકારી ગોગા મહારાજની સ્થાપના કરવામાં આવી હતી. સરકારી ગોગાની સ્થાપના કરવામાં આવ્યા બાદ ધીરે ધીરે આ મંદિર લોકો માટે મોટી આસ્થા કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. આ મંદિરની સ્થાપના કર્યા બાદ અહી ડીસાના ન્યાયાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અત્યારે આ મંદિર લોકો માટે અદકું આસ્થા કેન્દ્ર બની ગયું છે ત્યારે ગોપાલ સેના દ્વારા સરકારી ગોગા મહારાજના મંદિર ખાતે આજે યજ્ઞ તેમજ રમેલનું આયોજન કરવામાં આવ્યું છે. ગતરોજ યોજાયેલા યજ્ઞના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડયા હતા.


Download Our B K News Today App



Related News