બાળક પર અત્યાચાર કરતો વિડિઓ ડીસામાં થયો વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-01 11:25:53
  • Views : 1040
  • Modified Date : 2019-11-01 11:25:53

ડીસામાં એક માસુમ બાળક પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ઘટનાનો વિડીયો વાઇરલ થતાં ચકચાર મચી ગઈ છે.  આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોએ આગળ આવીને દોષીતો સામે પગલાં લેવાની માંગ કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીની અટકાયત કરી હતી.
વાયર થયેલ વિડીયોમાં
બનાસનદીના પટમાં માસૂમ બાળકને નગ્ન કરી ત્રણ વ્યÂક્તઓ દ્વારા સોટી વડે માર મારવામાં આવી રહ્યો હતો અને  આ બાળક કરગરી રહ્યો હતો પરંતુ  સામેવાળો શખ્સ નિર્દયતા પૂર્વક ભૂંડી ગાળો બોલીને આ બાળકને પ્રતાડીટ કરવામાં કોઈ જ કસર રાખતો ન હતો  તેમજ સહુથી પહેલા તો આ બાળકને નગ્ન કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને કાંટાળી સોટીનો માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેને ઓળટવા મજબૂર કરવામાં આવ્યો હતો. આટલું બાકી રહી ગયું હોય તેમ આ બાળકને નગ્ન અવસ્થામાં ઉઠ બેઠક કરવા માટે ધમકાવી પણ રહ્યા હતો. બાળક ગભરાઈ રહ્યો છે અને થકી ગયો હોવા છતાં રડતાં રડતાં ઉઠ બેઠક કરી રહ્યો હતો. આ ઘટના બનતા ડીસામાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. મળેલી માહિતી મુજબ આ બાળક પર જે અમાનુષી અત્યાચાર ગુજારી રહ્યો છે તે યુવક મુસ્લિમ સમાજનો છે અને અગાઉ પણ તે આવા ગુન્હાઓને અંજામ
આપી ચૂક્યો છે.  અગાઉ ૧૨ જુલાઇ ૨૦૧૯ના રોજ આ શખ્સ શહેરના ડોલીવાસ વિસ્તારમાં નિર્દયતા પૂર્વક શ્વાનોની હત્યા કરતો હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયેલું છે. ત્યારે આ શખ્સની ગુંડાગર્દીને લઈ સ્થાનિકો પરેશાન થઈ ઉઠયા છે. ત્યારે એકવાર ફરી આ શખ્સ કે જેનું નામ ગદ્દાર છે. તેના સામે કાર્યવાહી કરવા માટે હિન્દુ સંગઠનોએ આગળ આવીને આ ઘટનાની વિરોધમાં રોષ વ્યક્ત કરતાં તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ ઘટના બન્યા વાઇરલ થયેલા વિડીયોની સાચી તપાસ કરવા માટે ભોગ બનનાર બાળકનો સંપર્ક કરી આ વિડીયો જે સ્થળ પર બનાવવામાં આવ્યો છે ત્યાં બાળક સાથે પહોંચી ઊંડી તપાસ કરી હતી. ત્યારે બાળકે બનાસ નદીના તટમાં પહોંચીને જ્યાં આ બાળક સાથે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તે સ્થળ પર તેની સાથે બનેલી ઘટનાનું વર્ણન કર્યું હતું. બાળક સાથે અમાનુષી અત્યાચાર કરવામાં આવતો હોવાનો વિડીયો વાઇરલ થતાં શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. અને આ મામલે હિન્દુ સંગઠનોએ આગળ આવીને ઘટનાની ઘોર નિંદા કરતાં કોમી શાંતિ ના જોખમાય તે માટે
પોલીસે ચાર વ્યÂક્ત જેમાં ઇમરાન ઉર્ફે ગદ્દાર અનવરભાઈ મિર્ઝા, મોન્ટી અમરતભાઈ રાઠોડ, મયુર કાંતિલાલ મહેશ્વરી, હિતેશ પુરણભાઈ કહાર, કમલેશ ઉર્ફે કોકી રામચંદજી ઠાકોરની અટકાયત કરી હતી.

Download Our B K News Today App



Related News