ડીસામાં તબીબો દ્વારા ઉઘાડી લૂંટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-26 15:24:23
  • Views : 1962
  • Modified Date : 2020-04-26 15:24:23

કોરોનાના કારણે લોકડાઉન થતા સમગ્ર દેશ સેવામાં જોડાયો છે. ત્યારે ડીસાના કેટલાંક તબીબોએ મજબુરીનો લાભ ઉઠાવી ગરીબ દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ શરૂ કરી છે. દર્દીઓ
પાસેથી ફીના નામે ડબલ નાણાં લઈ રહ્યા છે.કોરોનાને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન થવા પામ્યું છે. ત્યારે દેશભરમાં સેવાભાવી લોકો ગરીબ પરિવારોને મદદ કરી રહ્યા છે. તો કેટલાંક તબીબો પણ દર્દીઓને મફત સારવાર કરી લોકોના જીવ બચાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસાના કેટલાંક તબીબો સેવા કરવાની જગ્યાએ ફીમાં ડબલ વસુલ કરી ઉઘાડી લૂંટ માડી છે. બીમાર વ્યક્તિને સારવાર લેવી જરૂરી હોય છે, ત્યારે આવા તબીબો ડબલ ફીની માંગણી કરે છે અને જીવ બચાવવા મજબુરીમાં લોકોને ચૂકવવી પડે છે. તો ડીસાના કેટલાંક માનવતા વાદી તબીબો ફી વગર પણ લોકોના જીવ બચાવી રહ્યા છે. પણ માનવતા ભૂલેલા તબીબો સેવાના નામે લૂંટ ચલાવી રહ્યા છે. જોકે આ તબીબો દર્દીને ફી ના ચૂકવવાની બાબતે કોઈજ પહોંચ આપતા નથી, જેથી કોઈ ક્યાંક ફરિયાદ કરી શક્તા નથી. હાલ ડીસામાં કેટલાંક તબીબોની રોજની ફી રૂ ૩૦૦ અને ૪૦૦ હતી જે આજે ૮૦૦ અને તેનાથી વધુ ફી વસુલ કરે છે.


જોકે તબીબો ઇમરજન્સી ફીના નામે દર્દીઓ પાસેથી લૂંટ ચલાવી રહ્યા છે. તો કેટલાંક એક્સરે, સોનોગ્રાફીના પણ નાણાં ડબલ લઈ રહ્યા છે. જોકે આ બાબતે કોઈ દર્દી ફરિયાદ કરે તો સારવાર કરવાનો ઇનકાર કરી દેવામાં આવે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એકતરફ કોઈ ડબલ નાણાં ન લે અને કોઈજ ચીજવસ્તુઓમાં ભાવ ન વધારવા અપીલ કરે છે. સાથે કાયદેસરની કાર્યવાહી કરે છે અને સામાન્ય બે, પાંચ રૂપિયા વધારે લે તો તેની સામે કાર્યવાહી કરે છે. ત્યારે માનવતા ભૂલેલા તબીબો સામે તંત્ર કેમ વામણુ પુરવાર થઈ રહ્યુ છે. ડીસામાં માનવતા ધરાવતા કેટલાંક તબીબો આજે પણ વગર ફીને જીવન જોખમે મફત સારવાર પણ કરે છે. પરંતુ ઉઘાડી લૂંટ માડનાર તબીબો સામે કાર્યવાહી થવી જરૂરી છે. જોકે હાલ ડીસામાં અનેક તબીબો વધુ ફી વસૂલી રહ્યા છે.

Download Our B K News Today App



Related News