ડીસામાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-29 11:16:35
  • Views : 2341
  • Modified Date : 2019-12-29 11:16:35

જમ્મુ-કાશ્મીરમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી રહી હોવાના કારણે તાપમાન - ૫ ડિગ્રી સુધી પહોંચી જતા તેની સીધી અસર બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે અને બનાસકાંઠામાં પણ તાપમાનનો પારો ચાર ડિગ્રી જેટલો ગગડી જતા ડીસા સહિત આજુબાજુના વિસ્તારનું તાપમાન 6.8 ડિગ્રી સુધી નીચું ગયું છે. જે તાપમાન દશ વર્ષ બાદ નીચું ગયું છે.જેથી આજે હાડ થીજાવતી ઠંડીથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.આમ ઠંડીથી બચવા માટે લોકો અનેક પ્રયાસો કરે છે. જેમાં ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો અહેસાસ વધુ થતો હોવાના કારણે લોકો ગરમ કપડાનો સહારો સૌથી વધુ લેતા હોય છે. જ્યારે કામધંધાઅર્થે નીકળતા લોકોને ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. જોકે આ સિઝનની સૌથી વધુ ઠંડી હવે પડી રહી છે. જેના કારણે આજે દિવસે પણ મોડાસુધી લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ કપડામાં જોવા મળ્યા હતા.ત્યારે આગામી સમયમાં હજુપણ કપરી ઠંડીનો સામનો લોકોએ કરવો પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News