ડીસામાં રસ્તાઓની સલામતી રહી નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 11:31:38
  • Views : 505
  • Modified Date : 2019-04-28 11:31:38

ડીસા નગરપાલિકા દ્વારા બે વર્ષ પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા માર્ગને ગઇકાલે રાત્રે કોઈ શખ્સે જે.સી.બી. મશીનથી તોડી દેવામાં આવતા ડીસા શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ બાબતે ડીસા નગરપાલિકા દ્વારા અજાણ્યા શખ્સ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
ડીસા શહેરમાં પાટણ હાઇવેને જોડતો માર્ગો છેલ્લાં ઘણાં સમયથી વિવાદમાં
સંપડાયેલો છે અને આ વિવાદને લઈ અગાઉ પણ અનેકવાર તકરાર સર્જાયેલી છે. આ તકરારને પગલે અહીથી પસાર થવામાં લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેથી ડીસા
નગરપાલિકા દ્વારા આ સ્થળ
પર ૨૦૧૭માં નવીન માર્ગ બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અહીથી રોજીંદા દિવસના હજારોની સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ પસાર થતાં હતા. માર્ગ બનાવ્યા બાદ પણ અહીની જમીનના માલિક દ્વારા વિરોધ નોંધાવતાં આ સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો અને કોર્ટ દ્વારા આ માર્ગને જૈસે થે પરિસ્થિતિમાં રાખવા અંગે સ્ટે ઓર્ડર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જમીનમાલિક અને પાલિકા વચ્ચે પણ તાજેતરમાં સમાધાન પણ થઈ ચૂક્યું હતું.  ત્યારે આજે વહેલી સવારના સમયે કોઈ શખ્સોએ આ સ્થળ પર જે.સી.બી.મશીન સાથે
પહોંચી વિવાદિત જગ્યા પર બનેલા માર્ગને સંપૂર્ણ રીતે તોડી દેવામાં આવ્યો છે. જેને પગલે ડીસા નગરપાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ માર્ગ તોડી દેવામાં આવતા અહીથી પસાર થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી છે.. ત્યારે આ અંગે ડીસા
નગરપાલિકાના સદસ્ય નિલેષ ઠક્કર આવું કૃત્ય આચારનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ નોંધવા ઉપરાંત સરકારી મિલકતને જે નુકસાન પહોંચ્યું છે તે વસુલવાની માંગ કરી છે.
આ સમગ્ર મામલે ડીસા નગરપાલિકાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર બહાર હોવાથી ટેલિફોનિક વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે આ મામલમાં કોર્ટના હુકમનો અનાદર થયો છે. જેને પગલે આ અંગે હાલ તો ડીસા નગરપાલિકા દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
રસ્તા પર આવેલા ડીસા નગરપાલિકાના કેમેરા સાત દિવસ પહેલાં જ બંદ થયા હતા. જેમાં નગરપાલિકા પ્રમુખ, બાંધકામ ખાતાના કર્મચારીઓ તેમજ ભાજપના અગ્રણીઓ અને આરોપીઓની સાંઠગાંઠ હોય તેવું લોક મુખે એવુ ચર્ચાઈ રહ્યું છે. જા કે આ બાબતે ચીફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારા કેમેરા ઓપરેટરને પુછીને તપાસ કરીને બે દિવસમાં જાણ કરીશું કે કેમેરા કેમ બંધ હતા.

Download Our B K News Today App



Related News