ડીસા આદર્શ વિદ્યા સંકુલની વિદ્યાર્થીની 12 સામાન્ય પ્રવાહમાં ડીસામાં પ્રથમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-16 15:58:25
  • Views : 742
  • Modified Date : 2020-06-16 15:58:25

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવે છે. જેમાં દર વર્ષે વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી શાળા તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરતા હોય છે ત્યારે ડીસા ખાતે કાર્યરત આદર્શ વિદ્યા સંકુલે આજેપણ પોતાની પરંપરા જાળવી રાખી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આદર્શ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પરિણામ લાવી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે.ડીસા આદર્શ વિદ્યા સંકુલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી પાલિવાલ વીણાબેન દીપકભાઈ કે જેઓ 92.71 ટકા સાથે શાળામાં તેમજ ડીસા કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો છે. વીણાબેન પાલીવાલા આમ તો  રમત ગમત ક્ષેત્રે પણ પોતાની શાળાનું નામ રાજ્ય કક્ષા સુધી ગુંજતું કર્યું છે. દર વર્ષે યોજાતી વિવિધ રમતોમાં વીણાબેન દ્વારા ટિમ તૈયાર કરી વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા હોય છે ત્યારે ચાલુ વર્ષે યોજાયેલી 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ડીસા કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવી ફરી એકવાર વીણાબેને શાળાને સિદ્ધિ અપાવી છે...

Download Our B K News Today App



Related News