ડીસા શહેરમાં દંપતીને નડ્યો અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-25 15:19:30
  • Views : 587
  • Modified Date : 2019-04-25 15:20:43

ડીસા શહેરમાં દંપતીને નડ્યો અકસ્માત


 ડીસા શહેરમાં  રાત્રીના સુમારે મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મોટર સાયકલ પર સવાર ચાલકની પત્ની નું ઘટના સ્થળે મોત થતાં આસપાસના વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઇ હતી. આ ઘટનાની વિગત એવી છે કે ગતરોજ ડીસા શહેરમાં આવેલ રાજ મંદિર સર્કલ પાસેથી એક દંપતી મોટર સાયકલ પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક સામેથી આવતા ટ્રકે મોટર સાયકલ ને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોટર સાયકલ પર સવાર મહિલાનું મૃત્યુ થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી. તેમજ બાઈક પર સવાર પુરુષને પણ ગંભીર ઈજાઓ થતા ડીસા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે .

Download Our B K News Today App



Related News