ડીસાના આસેડા પાસે અકસ્માત એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-01 12:24:55
  • Views : 605
  • Modified Date : 2019-07-01 12:24:55

ડીસાબનાસકાંઠામાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓમાં મોટી સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે રવિવારે સાંજે ડીસા તાલુકના આસેડા પાસે છકડા અને સાયકલ વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આસેડાના પ્રવિણજી ધર્માંજીને અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા.  જ્યારે છકડા ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકની લાશને ડીસા સિવિલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવી હતી.



Download Our B K News Today App



Related News