ડીસાની મહિલાના અપમૃત્યુ મામલે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-19 16:25:22
  • Views : 471
  • Modified Date : 2020-01-19 16:29:44

(બ્યુરો) પાલનપુર

વેપારી મથક ડીસા ખાતે ગાયનેક તબીબના ત્યાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે મામલે 

 પાલનપુર ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્યા ડો.રાજુલબેન દેસાઈને ડીસા રેડીમેડ એસોસિએશન  દ્વારા આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી.

ડીસાના ડો.સી.કે.પટેલની આનંદ હોસ્પિટલમાં એક પ્રસૂતા મહિલા કિરણબેન રજનીકાંત વૈષ્ણવને સારવાર અર્થે દાખલ કરાઈ હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. 

આ પ્રસુતા મહિલાનું ડોક્ટરની ઘોર બેદરકારીથી મોત નિપજ્યું હોવાના આક્ષેપો સાથે અરજદાર દ્વારા ડીસા પોલીસ સ્ટેશનએ ફરિયાદ આપવા છતાં ગુનો રજીસ્ટ્રર કરાતો નથી. ત્યારે આ ડોક્ટર રાજકીય વગ ધરાવતા હોઈ તેમની સામે પગલાં ભરાતા ન હોવાનું જણાવી અરજદાર સાથે ડીસા રેડીમેડ એસોસિએશન દ્વારા ડા. રાજુલબેન દેસાઈને પાલનપુર સર્કીટ હાઉસ ખાતે મળી રૂબરૂમાં લેખિત આવેદનપત્ર પાઠવી ગુનો નોંધી તટસ્થ તપાસ થાય તેવી માંગ કરાઈ હતી.

Download Our B K News Today App



Related News