વડોદરામાં સ્વર્ગીય તૃષા બેન સોલંકીની કરપીણ હત્યા કેસમાં ન્યાય માટે આજે ડીસા કરણી સેના દ્વારા આવેદનપત્ર આપી નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-05 10:28:50
  • Views : 219
  • Modified Date : 2022-04-05 10:28:50

વડોદરાના ધનયાવી ગામની સીમમાં ૧૯ વર્ષીય સ્વર્ગીય તૃષા બેન સોલંકીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જમણો હાથ કોડીના ભાગેથી કપાઈ ગયો હતો મોઢાના ભાગે તિક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા હતા મૂળ ગોધરાના સામલી ગામની સ્વર્ગીય તૃષાબેન પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. સ્વર્ગીય તૃષાબેન હત્યાની ઘટના, સ્વર્ગીય ગ્રીસમાં બેન વેકરીયાની હત્યાનો કેસ તો ક્યારેક કિસનભાઈ ભરવાડ જેવા યુવાનની હત્યા. શું આ પ્રકારના આરોપીઓ એવું સાબિત કરવા માંગે છે કે ગુનેગારોમાં કાયદાઓ કે તંત્ર નો ડર નથી? ઉપરોક્ત તમામ કરપીણ હત્યાની ઘટનાઓની માત્ર બે મહિના જેટલો સમયગાળો થયો છે સ્વર્ગીય તૃષાબેન સોલંકીની કરપીણ હત્યા તારીખ 22 3 2022 ના બની આરોપી કલ્પેશ ઠાકોર ને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી લીધો એ બદલ અમે પોલીસ તંત્રને ધન્યવાદ અને અભિનંદન પાઠવીએ છીએ પરંતુ ક્યાં સુધી સ્વર્ગીય તૃષાબેન જેમ બહેનોની હત્યાઓ થશે. ત્યારે આજે ડીસા કરણી સેનાના કાર્યકર્તાઓએ નાયબ કલેક્ટર ડીસાને આવેદનપત્ર આપી માંગ કરી છે કે સ્વર્ગીય તૃષાબેનનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેમજ વિધાનસભામાં સરકાર શ્રી દ્વારા આ પ્રકારના કેસોને ધ્યાનમાં લઇ વિશેષ કાયદો બનાવવામાં આવે કે જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઘટના બને નહીં અને આરોપી ઉપરના કેસનો અતિ સિધ્ર નિરાકરણ વિશેષ અદાલત દ્વારા લાવવું. વધુમાં કારણીસેના દ્વારા માંગ કરવામાં આવી હતી કે ક્યાં સુધી આપણે આવા નરાધમ ગિરફતાર કરીશું એના કરતા સિધુ એન્કાઉન્ટર કરી અને દાખલો બેસાડવાની આવશ્યકતા છે આ નરાધમ અને કાનૂની બીક છે જ નથી તો શા માટે ગિરિધારી કાનૂની પ્રક્રિયા ઍનકાઉન્ટર એ જ વિકલ્પ જેથી ભવિષ્યમાં આ પ્રકારની માનસિકતા ધરાવતા ગુનેગારો ગુનો કરતાં પહેલા હજાર વાર વિચારે.

Download Our B K News Today App



Related News