ડીસા ખાતે ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ દ્વારા ડીસા આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સ્પોર્ટ કલબ ડીસા મુકામે રાખેલ હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-09 12:27:39
  • Views : 344
  • Modified Date : 2021-11-09 12:27:39

 

ડીસા ખાતે ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ દ્વારા ડીસા આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સ્પોર્ટ કલબ ડીસા મુકામે રાખેલ હતું.જેમાં પ્રથમ દિવસે રાષ્ટ્રગાન કરી ટોસ ઉછાળી વડીલોના હાથે બેટિંગ અને બોલિંગ કરી મેદાન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ દ્વારા જીત હાંસલ કરનાર ટીમને ખુબ ખુબ બધાઈ આપી હતી અને ટ્રોફી કપ અને 7500 રૂપિયા આપી સન્માનિત કર્યા હતા જ્યારે પરાજિત થયેલી ટીમ  ફ્રેન્ડ કલબરાજસ્થાનને 4500 રૂપિયા આપી સન્માનિત કર્યા હતા અને મેન ઓફ મેચ મેન ઓફ સીરીઝ વિકેટકીપર જેવી અનેક નાની મોટી ટ્રોફી આપવામાં આવી હતી ક્રિકેટ મેચમાં ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ ડીસા દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું સવારે ચા નાસ્તો બપોરે ભોજન નું  રહેવા-જમવાની સુવિધા સાથે સરસ આયોજન કરવામાં આવ્યું હતું . ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન સરસ રીતે સફળ બનાવ્યું હતું જેમાં દૂર દૂરથી  મહેમાનો ક્રિકેટ મેચ જોવા માટે આવેલ હતા જેઓનું પણ ડીસા ઔદિચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News