ડીસા હિન્દુ યુવા સંગઠનની ટીમ દ્વારા પાલનપુરના ની:સહાય પીડિત પરિવારનેડીસાના રેન બસેરામાં આશ્રય અપાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-10 12:04:53
  • Views : 220
  • Modified Date : 2022-03-10 12:04:53

ડીસા હિન્દુ યુવા સંગઠનની ટીમ દ્વારા પાલનપુરના ની:સહાય પીડિત પરિવારનેડીસાના રેન બસેરામાં આશ્રય અપાવ્યો

ડીસા ખાતે કાર્યરત હિન્દુ યુવા સંગઠન દ્વારા છેલ્લા ઘણા સમયથી ની સહાય અને ગરીબ પરિવારો માટે કામ કરવામાં આવી રહી છે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નિતીન સોની દ્વારા અત્યાર સુધી એવા અનેક પરિવારો છે કે જેમને રહેવા કે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોય તેમને રહેવા માટે વ્યવસ્થા કરાવી આપી છે તે ઉપરાંત પણ હિન્દુ યુવા સંગઠન દ્વારા શિક્ષણ ક્ષેત્રે દીકરીઓને મદદ તેમજ વિધવા મહિલાઓને પણ સેવા આપી કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પાલનપુર તાલુકાના આંત્રોલી ગામમાં રહેતા એક ગરીબ અને ઘરવિહોણા પરિવારને ડીસા ખાતે આવેલ રેન બસેરામાં આશ્રય અપાવ્યો હતો.પાલનપુરના આંત્રોલી ગામમાં રહેતા દિપીકાબેન અને તેમના પતિ રણછોડભાઈ વ્યાસ છેલ્લા ઘણા સમયથી ગામડે ગામડે ફરી નાટક ભજવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ થોડા સમય બાદ ગ્રામીણ વિસ્તારોમાં નાટક નું કામકાજ પૂરું થતા આ પરિવારને કોઇ જ ધંધો મળતો ન હતો જેના કારણે રહેવા અને જમવા માટે મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી જે વાત દિપીકાબેન એ ડીસા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની નો સંપર્ક કરતા તેઓએ તાત્કાલિક દિપીકાબેન ના પરિવારની મુલાકાત લીધી હતી અને તમામ હકીકત જાણતા હોય તેઓએ તાત્કાલિક દિપીકાબેન તેમના પતિ અને તેમની એક દીકરીને ડીસા ખાતે આવેલ રેન બસેરામાં આશ્રય અપાવ્યો હતો.જેથી નિરાધાર પરિવારને રહેવા અને જમવાની વ્યવસ્થા મળી જતા તેમને હિન્દુ યુવા સંગઠનની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો..

Download Our B K News Today App



Related News