જિલ્લામાં આગ ઝરતી ગરમી ઃ ડીસા ૪૨.૩ ડીગ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 10:26:51
  • Views : 445
  • Modified Date : 2019-04-03 10:26:51


બનાસકાંઠામાં એક અઠવાડિયાથી ગરમીનો પારો ઉચકાયો છે અને દિવસ દરમ્યાન અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે.
દર વર્ષની જેમ ઉનાળો હવે તેની જમાવટ કરી રહ્યો  છે. છેલ્લાં એક અઠવાડિયાથી  ઉત્તર પશ્ચિમી પવાનોના કારણે તાપમાન નો પારો ઉચકાયો છે. જેથી બનાસકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો ૪૨.૩ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનનો પારો ૪૨.૩ ડીગ્રી પર પહોંચી જતા નગરજનોએ ગરમ લૂનો એહસાસ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે જેથી હજુ પણ ગરમી કેટલો સિતમ વરસાવશે તેનો ખ્યાલ અત્યારથી જ આવી જાય તેમ છે. જિલ્લામાં  અત્યારે સવારના દસ વાગ્યા બાદ સાંજના છ વાગ્યા સુધી ગરમ લૂનો અહેસાસ થઇ રહ્યો છે. લોકો અત્યારથી જ કાળઝાળ ગરમીનો એહસાસ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં લોકોએ હજુ પણ વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.



Download Our B K News Today App



Related News