ડીસા ગ્રામિણ મામલતદાર દ્વારા પાટણ હાઈવે પરથી રોયલ્ટી પાસ વગર ફરતાં રેતી ભરેલ બે ડમપર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-19 10:56:39
  • Views : 254
  • Modified Date : 2022-06-19 10:56:39


ડીસા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ભુમાફીયા બેફામ બની ગયાં હોય તેવું દેખાઈ રહ્યું છે અનેક વાર ખાણ ખનીજ વિભાગ અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં અનેક જગ્યાએ આજેપણ રોયલ્ટી ની ચોરી કરી રેતી ભરેલ ડમ્પરો રોડ પર બેફામપણે દોડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં રાજય સરકાર દ્વારા ખાણ ખનીજ બાબતે યોગ્ય તપાસ કરાવામાં આવે તો સરકારની તિજોરી છલોછલ ભરાઈ શકે તેમ છે બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર માત્ર નામ પૂરતી કાર્યવાહી કરી સંતોષ માની લેતી હોય તેવું જોવા મળી રહ્યું છે ડીસા પંથકમાં કાયદાની ઐસીતૈસી કરી રોયલ્ટી પાસ વગર બેફામપણે રેતી ભરેલ ડમ્પરો રોડ પર દોડી રહ્યા છે ત્યારે આજે ડીસા ગ્રામિણ મામલતદાર ઢુવા ગામે મતદાર યાદી સુધારણા અંતગર્ત કામગીરી થી પરત આવતાં હતાં જે દરમિયાન ડીસા જુના ડીસા રોડ પર  ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરો નજરે પડ્યા હતાં મામલતદાર દ્વારા  રેતી ભરેલ ડમ્પરોની પીછો કરવામાં આવ્યો હતો અને એપીએમસી માર્કેટ પાસે આવેલ એસ વી પ્લાઝા શોપિંગ સેન્ટર આગળ રેતી ભરેલ ડમ્પરો ઉભા રખાવી પુછતાછ કરવામાં આવી હતી જે દરમિયાન રેતી ભરેલ ડમ્પરો ચાલકો પાસે રોયલ્ટી પાસ ના હોઈ ગ્રામિણ મામલતદાર દ્વારા રેતી ભરેલ બે ડમપર ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતાં અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી જ્યારે ડીસા તાલુકા પોલીસ દ્વારા મામલતદાર દ્વારા ઝડપાયેલ રેતી ભરેલ બે ડમપર કબ્જે કરી વધું તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે આજે ગ્રામિણ મામલતદાર દ્વારા ડીસા પાટણ હાઈવે પરથી રોયલ્ટી પાસ વગર ફરતાં રેતી ભરેલ બે ડમ્પરો ઝડપી પાડતાં રેતી માફીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ..

Download Our B K News Today App



Related News