ડીસા ગોપાલક રબારી સમાજ દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી પશુપાલન વિરોધી કાયદા લાવી પશુપાલકોને પરેશાન કરવાની નીતિને સામે ગોપાલ રબારી સમાજ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-31 11:02:07
  • Views : 211
  • Modified Date : 2022-03-31 11:02:07

પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેનો કાયદો રદ કરવાની માંગ સાથે ડીસા ગોપાલક રબારી સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર

ડીસા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેના કાયદાના વિરોધમાં આજરોજ ડીસા ગોપાલક રબારી સમાજ દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી પશુપાલન વિરોધી કાયદા લાવી પશુપાલકોને પરેશાન કરવાની નીતિને સામે ગોપાલ રબારી સમાજ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો..

 

 

ગુજરાતમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે અનેક સ્થાનિક લોકો દ્વારા રખડતા ઢોરોને મુક્ત કરવા માટે અનેકવાર સરકાર સામે રજૂઆત કરવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમા સરકાર દ્વારા રખડતા ધોરણની નિયંત્રણ માટે શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજિયાત લાયસન્સ લેવા અને જો પકડાયેલ પશુના માલિકોને દંડ તેમજ સજા ની જોગવાઇ સંદર્ભે બિલ લાવવામાં આવનાર છે.જેથી આ આ કાયદાકીય દિલનો સમગ્ર પશુપાલક વર્ગને માલધારી સમાજ ઉગ્ર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે તેમજ જે કાયદો લાવવામાં આવી રહ્યો છે તે  કાયદો મુલતવી રાખવામાં આવે. તેમજ માલધારી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડીજે માલધારી સમાજની પડતર માંગણીઓ છે જેવીકે વાળાઓની વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અને દિવસે ને દિવસે જે ગૌચર વેચવામાં આવી ગયા છે તે બંધ કરી ગૌચર ની ફાળવણી પશુઓ માટે કરવામાં આવે. તેવી માગણી સાથે આજરોજ ડીસા ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન દ્વારા ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી

Download Our B K News Today App



Related News