ડીસાની દીકરી ને સાસરિયા દ્વારા ત્રાસ આપતા ડીસા ઉત્તર પોલીસ મથકે પતિ અને સસરા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-29 12:16:16
  • Views : 2292
  • Modified Date : 2021-09-29 12:16:16

     ડીસાની દીકરી ને તેના સાસરી માં તેનો પતિ અને સસરા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ ની માગણી કરી હેરાન પરેશાન કરતા ડીસા ની દીકરીએ તેના પતિ અને સસરા વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

મહિલાઓ પર અત્યાચાર ના બનાવો વધી રહ્યા છે.જેમાં ખાસ કરીને  સાસરી દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ ની માગણી કરી ઘરે થી કાઢી મુકવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે ડીસાના વાડીરોડ નહેરુનગર ટેકરા ખાતે આવેલ મેલડી માતાના મંદિર ની પાછળ તુરિવાસ ખાતે રહેતા પૂજાબેન અમરાજી બારોટ તેના લગ્ન આજથી બે વર્ષ પહેલાં રાજસ્થાન પાલી તાલુકાના મેવીખુર્દ ગામે રહેતા પ્રકાશભાઈ લક્ષ્મણજી વાદી સાથે સમાજના રીતિરિવાજ પ્રમાણે થયા હતા.લગ્ન થયા બાદ પૂજાબેન  ના સાસરિયા દ્વારા શરૂઆતમાં સારી રીતે રાખતા પૂજાબેન ને સંતાનમાં એક દીકરી છે.દીકરી નો જન્મ થયા બાદ પૂજાબેન ના પતિ પ્રકાશભાઈ અને સસરા લક્ષ્મણજી કહેતા કે તારા પિતાએ કરિયાવર માં કઈ આપ્યું નથી તેમ કહી મહેણાં ટોણા મારતા તેમજ પૂજાબને ના પતિ પ્રકાશભાઈ કહેતો કે મારે મોટર સાઇકલ  લાવવું છે.તો તારા પિતાના ઘરે થી પચાસ હજાર રૂપિયા લઈ આવે તેમ કહેતા પૂજાબને કહેલ કે મારા પિતા મજૂરી કરે છે. તેમના પાસ પૈસા ક્યાંથી હોય તેમ કહેતા પૂજાબને ના પતિ પ્રકાશભાઈ અવાર નવાર કહેતા કે તું ભીખારણ છે.તે દહેજમાં પણ કઈ લાવ્યું નથી તેમ કહી મહેણાં ટોણા મારતા છતાં ઘર સંસાર બગડે જેથી પૂજાબેન મુંગા મોઢે સહેન કરતા પરંતુ અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ ની માગણી કરતા આખરે પૂજાબેને ત્રાસ વધુ આપતા પૂજાબને  તેમની દીકરી ને પહેરેલા કપડે ડીસા ખાતે તેમના પિતાના ઘરે આવી ગયેલ જે બાદ પૂજાબેન ના પરિવાર પૂજાબેન નું લગ્ન જીવન નબગડે જેથી સમાજના આગેવાનો ને પૂજાબેન ના સાસરી પક્ષ વાળા ને  સમાધાન કરવાની વાત કરેલ છતાં પણ પૂજાબેન ના સાસરી પક્ષ દ્વારા કોઈજ તૈયાર થયેલ નહિ જે બાદ આજે ડીસા ઉત્તર પોલીસ મથકે પૂજાબેન અમરાજી બારોટે તેના પતિ પ્રકાશભાઈ લક્ષ્મણજી વાદી થતા તેમના સસરા લક્ષ્મણજી લૂંબાજી વાદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા ઉત્તર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

 

Download Our B K News Today App



Related News