ડીસાના ખેડૂતોએ પોતાના ખેતરમાંથી મીટર હટાવવા યુ.જી વી સી એલમાં રજુવાત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-19 10:59:40
  • Views : 285
  • Modified Date : 2022-04-19 10:59:40


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અનેક મુશ્કેલીઓને લઈ સરકારને આવેદનપત્ર આપતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટાભાગે ખેતી સાથે જોડાયેલા છે અને ખેતી આધારે જ પોતાના પરિવારનું જીવન ચલાવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાણી લાઇટ બાબતે સરકારમાં પોતાને થતા નુકસાનને લઈ રજૂઆત કરી રહ્યા છે ત્યારે આજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મીટર હટાવો ખેડૂત બચાવો કાર્યક્રમ અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ પોતાના ગામમાં આવેલ ugvcl ઓફિસ ખાતે પોતાના ખેતરમાંથી મીટર હટાવવા રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ડીસાના જેરડા ગામના ખેડૂતોએ પણ રિજમેન્ટ ખાતે આવેલ ugvcl ની ઓફિસ ખાતે ખેડૂતો એકત્રિત થયા હતા જે બાદ તમામ ખેડૂતોએ પોતાના નામથી પોતાના ખેતરમાં મીટર હટાવવા માટે રજૂઆત કરી હતી ખેડૂતોનું માનવું છે કે પોતાના ખેતરમાં લગાવવામાં આવે મીટર ના કારણે કેટલીકવાર લાઈટ કાપ ના કારણે ખેડૂતોને નુકસાની વેચવામાં આવે છે તો બીજી તરફ વારંવાર લાઈટ કાપ ના કારણે ખેડૂતોના પાક પણ પાણી વગર બળી રહ્યા છે જેના કારણે ના છુટકે ખેડૂતોને મીટર ના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે આજે આ તમામ મુશ્કેલીઓને કાયમી નિકાલ માટે ડીસાના રાણપુર ગામના ખેડૂતોએ ugvcl માં રજૂઆત કરી હતી

Download Our B K News Today App



Related News