ડીસા પાટણ હાઇવે પર આવેલ ઉત્સવ બંગલોજમાં ચોરીની ઘટના સામે આવી : પાંચ લાખ ઉપરાંત ની ચોરી કરી પલાયન થઈ જતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-03 12:10:58
  • Views : 369
  • Modified Date : 2022-01-03 12:10:58

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરો બેફામ બન્યા છે. અને એક બાદ એક મોટી ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે.ત્યારે ડીસા પાટણ હાઇવે પર આવેલ શુભમ પાર્ટી પ્લોટની સામે આવેલ ઉત્સવ બંગલોજ ખાતે રહેતા ધનેશભાઈ રામલાલ પરમાર તેમનો પુત્ર અમદાવાદ ખાતે અભ્યાસ કરતો હોઈ તેઓ બે દિવસ અગાઉ  પોતાના ઘરને લોક કરી અમદાવાદ ખાતે ગયા હતા.ત્યારે આજે સવારે તેમની બાજુના પડોશીએ ફોન કરી ધનેશભાઈને જાણ કરેલ કે તમારા ઘરે કોઈ અજાણ્યા તસ્કરો રાત્રીના સમયે ઘરનું તાળું  તોડી ઘરમાં ચોરી કરેલ છે. જે બાદ ધનેશભાઈ પરમાર તાત્કાલિક ડીસા પોતાના ઘરે આવી તપાસ કરતા તેમના ઘરનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. જે બાદ ઘરમાં તપાસ કરતા બેડરૂમનો સમાન  વેર-વિખેર હાલત, તિજોરીનું તાળું તોડી  તિજોરીમાં પડેલ સોના- ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ પાંચ લાખ ઉપરાંતની ચોરી કરી કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી પલાયન થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ ધનેશભાઈ પરમારે સમગ્ર ચોરીની ઘટનાની જાણ ડીસા દક્ષિણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અને ધનેશભાઈ પરમારની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ  ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Download Our B K News Today App



Related News