ડીસા કોર્ટ ચેક રિટર્ન કેસમાં એક આરોપીને છ માસની સજા અને બે લાખ દસ હજારનો દંડ ફટકર્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-22 10:41:26
  • Views : 447
  • Modified Date : 2022-05-22 10:41:26

ડીસા કોર્ટ ચેક રિટર્ન કેસમાં એક આરોપીને છ માસની સજા અને બે લાખ દસ હજારનો દંડ ફટકર્યો હતો

ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસ મામલે ચુકાદો આપતા  આરોપી ને છ માસની સજા અને બે લાખ દસ  હજાર ના દંડ  તેમજ જો આરોપી દંડ ની રકમ ના  ભરે તો વધુ એક માસ ની સાદી કેદ ની સજા હુકમ કરેલ છે

 

ડીસા ના વી જે પટેલ શાકમાર્કેટ માં  આવલે ધરણીધર ટ્રેડર્સ નામની શાકભાજી ની કમિશન એજન્ટ તરીકે દુકાન ચલાવતા પઢીયાર મુકેશભાઈ ગોરધનભાઇ ની દુકાને થી  માલગઢ ના હનુમાન નગર ખાતે રહેતા કાંતિલાલ પ્રભુદાસ ટાંક અવાર નવાર શાકભાજી ની ખરીદી કરતા હોઈ બન્ને વચ્ચે સબન્ધ સ્થાપિત થયેલ કાંતિલાલ અવાર નવાર મુકેશભાઈ ની દુકાનેથી શાકભાજી ખરીદી કરતા હોઇ અને નાણાં ની ચુકવણી કરતા હોઈ બનેં વચ્ચે વિશ્વાસ સંપાદિત થયેલ જેથી કાંતિલાલ પઢીયારે મુકેશભાઈ ને ત્યાંથી તબક્કાવાર રૂપિયા  ૧,૬૦,૦૦૦ નો માલ લીધેલ જોકે સમય વીતી જતા મુકેશભાઈએ કાંતિલાલ પાસે રૂપિયાની ઉઘરાણી કરેલી

જેથી કાંતિલાલ એ મુકેશભાઈ ને ૬૮૨૦ ના રોજ બેન્ક ઓફ ઇન્ડિયા નો ચેક આપેલો જે ચેક મુકેશભાઈ એ બેન્ક માં ભરતા ખાતામાં  અપૂરતા નાણાં ના પગલે ચેક પરત ફરેલો જેથી આ બાબતે મુકેશભાઈ એ તેમના વકીલ મારફત કલમ ૧૩૮ મુજબ કોર્ટ માં ફરિયાદ દાખલ કરેલ જે બાબતનો કેસ ડીસા કોર્ટ માં ચાલી જતા ડીસા કોર્ટે ગત તારીખ ૨૦૫૨૨ ના  રોજ તેનો ચુકાદો આપતા આરોપી કાંતિલાલ પ્રભુદાસ ટાંક ને   કલમ ૧૩૮ માં કસુરવસર ઠેરવી ને છ માસ ની સાદી કેદ ની સજા તેમજ બે લાખ દસ  હજાર ફટકારેલ અને દન્ડ ની રકમ માંથી ૧,૬૦,૦૦૦ વળતર પેટે મુકેશભાઈ ને ચૂકવી આપવા જો  આરોપી આ રકમ ભરપાઈ ના કરેતો વધુએક માસ ની સાદી કેદ ની સજા નો હુકમ કરેલ છે

 

 

Download Our B K News Today App



Related News