ડીસામાં ચેક રિટર્ન મામલે બે વર્ષની સજા કરતી ડીસા કોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-23 10:53:10
  • Views : 2818
  • Modified Date : 2022-04-23 10:53:10

ડીસામાં ચેક રિટર્ન મામલે બે વર્ષની સજા કરતી ડીસા કોર્ટ

 

 

ડીસામાં બે અલગ અલગ કેસમાં નાણાં પરત આપવા માટે આપેલ ચેકમાં બેંકમાં પૂરતી બેલેન્સના અભાવે ચેક રિટર્ન આવતા આ મામલે ડીસા કોર્ટ ફરિયાદ દાખલ કરી બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો

આ સમગ્ર ફરિયાદ ની વિગત જોતા ડીસા માં રહેતા આનંદકુમાર  તેમના મિત્ર ખેમચંદભાઈ સોની  વ્યવસાય અર્થે ૪,૫૦,૦૦૦ ઉછીના આપેલા જોકે સમય વીતી જવા ખેમચંદભાઈ રૂપિયા પરત આપતા નહીં જેથી આનંદ ભાઈ વારંવાર ઉઘરાણી કરેલી  જેથી  ખેમચંદભાઈ એ ગત તારીખ ૧/૨/૧૪ ના રોજ  રૂપિયા ૪,૫૦,૦૦૦  નો   આદર્શ બેન્ક નો ચેક  આ આનંદભાઈ ને આપેલ જોકે આનંદભાઈ આ ચેક બેન્ક માં ક્લિયરન્સ માટે મુકેલ જોકે બેન્ક માં પૂરતા બેલેંસ ના અભાવે આ ચેક પરત ફરેલો જેથી આનંદ ભાઈએ આ મામલે કોર્ટ દ્વારા નેગોશિયલ એક્ટ ૧૩૮ મુજબ  નોટિસ પાવેલી તેમછતાં પણ ખેમચંદભાઈ રૂપિયા પરત ના આપતા આ મામલે આનંદભાઈએ ડીસા કોર્ટ માં કેશ દાખલ કરેલ જે કેસ ડીસા  કોર્ટે માં ચાલી જતા આ બાબત નો ચુકાદો  ડીસા કોર્ટે આરોપી ખેમચંદભાઈ સોની ને ક્રિમિનલ પ્રોસીઝર કોડ નિ કલમ ૨૫૫(૨) મુજબ તેમજ નેગોશિયલ ઇનસુમેન્ટ ની કલમ ૧૩૮ માં તકસીરવાર ઠેરવી બે વર્ષ ની સાદી કેદ ની સજા નો હુકમ કરેલ અને વળતર પેટે ફરિયાદી ને ૪,૫૦,૦૦૦ સાઈઠ દિવસ માં ચૂકવી આપવા અને તેમ ના કરે તો વધુ એક માસ ની સજા નો હુકમ કરેલ છે

Download Our B K News Today App



Related News