ડીસામાં ચેક રિટર્ન મામલે છ માસ ની સજા ફટકારતી ડીસા કોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-27 11:35:02
  • Views : 298
  • Modified Date : 2022-04-27 11:35:02

ડીસામાં ચેક રિટર્ન મામલે છ માસ ની સજા ફટકારતી ડીસા કોર્ટ

 

ડીસા કોર્ટે ચેક રિટર્ન મામલે ખેતી કરતા ઇસમને છ માસની સજા તેમજ લીધેલી રકમના રૂપિયા પણ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે

 

આ સમગ્ર કેશ ની વિગતો જોતા ડીસા ના રાણપુર આથમણાં વાસ ખાતે રહેતા  કનેયાલાલ રાવતાજી ગેલોત બટાકા નો વ્યવસાય કરે છે અને તેઓ   કુળદેવી કોલ્ડ સ્ટોરેજ પણ ધરાવે છે જોકે તેમના કૌટુંબિક ભાઈ એવા જયેશકુમાર હકમાંજી ગેલોતે તેમની પાસે થી રૂપિયા ૬૩,,૩૦ ના બટાકા કોલ્ડ સ્ટોરેજ માંથી  ખરીદી કરેલ અને આ રકમ  ૧૫ દિવસ માં  ચુંકવવાનો વાયદો કરેલ જેથી પંદર દિવસ બાદ કનેયાલાલ  દ્વારા આ રૂપિયાની ઉઘરાણી કરતા જયેશકુમારે તારીખ ૨૦/૯/૧૯ ના રોજ મહિન્દ્રા બેન્ક ડીસા સાખાનો ચેક નમ્બર ૦૦૦૩૧૯ નો આપેલો જોકે આ ચેક બેન્ક માં બેલેન્સ ના હોવાના કારણે રિટર્ન થતા આ બાબતે કનેયાલાલ કોર્ટ દ્વારા જયેશભાઇ ને નોટિસ પણ આપેલ તેમ છતાં પણ જયેશભાઇ એ રૂપિયા ના આપતા આ બાબતે  કનેયાલાલ દ્વારા ડીસા કોર્ટ માં નેગોસીયલ  ઇન્સ્ટમેન્ટ કલમ ૧૩૮ મુજબ કેસ કરેલો જે કેસ ડીસા કોર્ટે માં ચાલી જતા  ડીસા કોર્ટે  ચુકાદો આપતા આરોપી જયેશકુમાર હકમાજી ગેલોત ને ક્રિમિનલ પ્રોસીઝર કોડ ની કલમ ૨૫૫ મુજબ કસૂરવાર ઠેરવીને છ માસની કેદ ની સજા નો હુકમ કરેલ અને  ૪૫૦૦૦ વળતર તરીકે   કનેયાલાલ ને પરત ચૂકવી દેવાનો આદેશ કરેલ જો તેમ ના કરેતો વધુ એક માસ ની સાદી કેદ ની સજા નો પણ હુકમ કરેલ છે.

 

Download Our B K News Today App



Related News