ડીસા માં ચેક રિટર્ન કેસમાં આરોપી ને એક વર્ષ સજા ફટકારતી ડીસા કોર્ટ ફરિયાદી ને વળતર પેટે ૪.૫૦ સાઈઠ દિવસમાં માં ચૂકવવા હુકમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-07 11:08:57
  • Views : 472
  • Modified Date : 2022-06-07 11:08:57

 

 

ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસ મામલે ચુકાદો આપતા  આરોપી ને એક વર્ષ ની   સજા અને ચાર લાખ પચાસ હજાર વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલ છે અને તે ના ચૂકવે તો વધુ એક માસ ની કેદ ની સજા નો હુકમ કરેલ છે

 

ડીસા ખાતે રહેતા વારિયા સમકીતકુમાર મફતલાલ  ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરે છે અને તેમના સમાજના અશોકકુમાર ધુડાલાલ શાહ  સાથે લાખણી  માર્કેટયાર્ડ ખાતે  મહાવીર ટ્રેડર્ષ નામની પેઢી ધરાવે છે જેથી એકબીજા ના પરિચય માં હોઈ સબન્ધ હતો જોકે અશોકકુમાર ને ગવારની ખરીદી કરવાની હોઇ સમકીતકુમાર વારિયા તેમના ખાતામાં તારીખ /૧૧/૧૮ ના રોજ ,૫૦,૦૦૦ રૂપીયા જમા કરાવેલ જોકે બાદમાં અશોકકુમાર ગવારની ખરીદી કરેલ ના હોઈ સમકીતકુમારે રૂપિયા પરત માગતા અશોકકુમાર શાહે તારીખ /૧૨/૧૯ ના રોજ બનાસકાંઠા ડિસ્ટ્રીક સેન્ટ્રલ કો..બેન્ક નો .૫૦ લાખ નો ચેક આપેલ જે ચેક સમકીતકુમારે ખાતા માં ભરતા પૂરતા નાણાં ભંડોળ ના હોવાને કારણે ચેક રિટર્ન થયેલ જેથી બાબત ની જાણ સમકીતકુમારે અશોકભાઈ ને કરતા તેમને રૂપિયા આર ટી જી એસ થી ચૂકવવાનું જણાવેલ જોકે તેમ છતાં પણ રકમ અશોકભાઈ ના ચૂકવતા સમકીતભાઈએ મામલે વકીલ મારફત ડિમાન્ડ નોટિસ અશોકભાઈ ને  મોકલેલ તેમ છતાં પણ અશોકભાઇ   રૂપિયા ચૂકવેલ નહિ જેથી નેગોશિયલ એક્ટ કલમ ૧૩૮ મુજબ કોર્ટ માં ફરિયાદ દાખલ કરેલ

 જે બાબતનો કેસ ડીસા કોર્ટ માં ચાલી જતા ડીસા કોર્ટે આરોપી અશોકકુમાર ધુડાલાલ શાહ પ્રોપરાઈટર મહાવીર ટ્રેડર્ષ લાખની હાલ  રહે .ખાનપુર અમદાવાદ વાળને    કલમ ૧૩૮ માં કસુરવસર ઠેરવી એક વર્ષ  ની સાદી કેદ તેમજ ફરિયાદી ને વળતર પેટે ,૫૦,૦૦૦ આગામી ૬૦ દિવસમાં ચૂકવી આપવા જોકે રકમના ચૂકવે તો વધુ એક માસ ની સાદી કેદ ની  સજા નો હુકમ કરેલ છે

Download Our B K News Today App



Related News