ડીસા માં ચેક રિટર્ન કેસમાં આરોપી ને બે વર્ષ સજા અને ૨૬ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કરતી ડીસા કોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 10:59:43
  • Views : 520
  • Modified Date : 2022-05-24 10:59:43

 ડીસા માં ચેક રિટર્ન કેસમાં આરોપી ને બે વર્ષ સજા અને ૨૬ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કરતી  ડીસા કોર્ટ

ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસ મામલે ચુકાદો આપતા  આરોપી ને બે વર્ષ ની સજા  અને  બેન્ક ને ૨૬ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલ છે અને આરોપી જો વળતર ના ચૂકવે તો વધુ એક માસ ની સાદી કેદ ની સજા નો હુકમ કરેલ છે

 

દાંતીવાડા ના વાઘરોલ ખાતે રહેતા અને ખેતી કરતા બાબુજી નગાજી માળી બટાકા ની ખેતી કરતા હોઇ  ૭૫૦૦, બટાકા ના કત્તા શ્રી રામ કોલ્ડસ્ટોરેજ ખાતે મુકેલા અને તેની પાવતી અને દસ્તાવેજ રજૂ કરી ને ૨૫ લાખ રૂપિયા ની લોન ની માગણી કરતા તરીખ ૨૫૫૧૮ ના રોજ સદર લોન બેન્ક દ્વારા મજૂર કરવામાં આવેલી ત્યારબાદ સદર લોન અને વ્યાજ મળી રૂપિયા ૨૬ લાખ ની રકમ બેન્ક ને લેવાની થતી હોઇ બાબુજી નગાજી માલી એ ૨૦૧૧૧૮ ના રોજ રૂપિયા ૨૬ લાખ નો દેના ગ્રામીણ બેન્ક ડીસા સાખાનો ચેક આપેલો  જે ચેક દેના ગ્રામીણ બેન્ક ડીસા શાખા માં ક્લિયરિંગ માટે મુકવામાં આવતા પૂરતા નાણાં ના ભંડોળ ના અભાવે આ ચેક પરત ફરેલો જેથી દેના ગ્રામીણ બેન્ક ના મેનેજર ચન્દ્રકાંતભાઈ ગજ્જર દ્વારા વકીલ મારફત તારીખ ૨૯૧૧૯ ના રોજ બાબુજી નગાજી માળી ને નોટિસ પણ આપવામાં આવેલી

જોકે નોટિસ ના પંદર દિવસ બાદ પણ બાબુજી માલી એ બેન્ક માં રૂપિયા ના ભરતા બેન્ક મેનેજર દ્વારા આરોપી બાબુજી માલી વિરુદ્ધ નેગોશિયલ ઇન્સ્ટમેન્ટ એક્ટ ૧૩૮ મુજબ કોર્ટ માં ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે બાબત ની ફરિયાદ ડીસા કોર્ટ માં ચાલી જતા  ડીસા કોર્ટે આ કામના આરોપી બાબુજી નગાજી માળી રહે.વાઘરોલ વાળા ને ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ.૨૫૫(૨) અને નેગોશિયલ એક્ટ કલમ ૧૩૮ ના ગુના માં કસુરવાર ઠેરવી બે વર્ષ ની સાદી કેદની સજા ફટકારેલ તેમજ સી આર પી સી ની કલમ ૩૫૭ અન્યવે સદરહુ ચેકની રકમ ૨૬ લાખ રૂપિયા ૬૦ દિવસમાં વળતર તરીકે બૅન્ક માં ચૂકવી આપવા સદરહુ  રકમ ના ચૂકવે તો વધુ એક માસ ની સાદી કેદ ની સજા નો હુકમ.કરેલ છે

 

Download Our B K News Today App



Related News