ડીસા મોઢેશ્વરી સોસાયટીમાં આવેલ હિંગળાજ બંગલોજમાંથી ડ્રગસ સાથે ઝડપાયેલા આરોપીને ડીસા કોર્ટે 9 દિવસના રિમાન્ડ કર્યા મંજુર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-23 11:33:37
  • Views : 236
  • Modified Date : 2021-09-23 11:33:37

     ડીસાના મોઢેશ્વરી સોસાયટીમાંથી સોમવારે ડીસા શહેર દક્ષિણ પોલીસે રૂપિયા 7.96 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સહિતના મુદ્દામાલ સાથે એક યુવકને દબોચી લીધો હતો. ડીસા પોલીસે યુવક સામે ગુનો નોધ્યા બાદ આ કેસની તપાસ આગથળા પોલીસને સોપવામાં આવી છે. જેથી ડીસા કોર્ટ 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા .

બનાસકાંઠાના સરહદી રાજસ્થાન પંથકમાંથી દારૂ તેમજ અસામાજીક પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા અવાર નવાર તપાસ હાથ ધરી દારૂ, અફીણ, ગાંજો તેમજ ડ્રગ્સ જેવા નશીલી ચીજ વસ્તુઓ ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઇ વાય.એમ.મિશ્રા તેમજ તેમની પોલીસ ટીમ દ્વારા બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરની મોઢેશ્વરી સોસાયટી નજીક ના હિગળાજ બંગ્લોઝમા રહેતાં શુભમ ઉર્ફે પાબલો ઇસ્કોન કનૈયાલાલ પટેલ ને રૂપિયા 7.96 લાખના મુદ્દામાલ સાથે ઝડપી તેની સામે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોધવામા આવ્યો હતો.

જો કે, ડીસા શહેર દક્ષિણ પોલીસ ની પ્રાથમિક તપાસ બાદ આ પ્રકરણ આગળની તપાસ આગથળા પોલીસને સોપવામાં આવી છે. જેથી આગથળા પોલીસે તેની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. અને વધુ તપાસ માટે રીમાન્ડ ની જરૂર હોઇ ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ડીસા કોર્ટે તેના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી આગથળા પોલીસે આગળની વધુ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. અને આ નવ દિવસના રિમાન્ડ દરમિયાન અત્યાર સુધી આરોપીએ ક્યાંથી ડ્રગસ લાવ્યું હતું.અને તેની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે તે દિશામાં તપાસ કરવામાં આવશે. તેમ આગથળા પીએસઆઇ અને તપાસ અધિકારી પી.એન.જાડેજા એ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News