ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસમાં વિવિધ બાબતોમાં વિસંગતતા મળી આવતા આરોપીને નિર્દોસ છોડ્યો હતો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-08 10:29:55
  • Views : 293
  • Modified Date : 2022-04-08 10:29:55

ડીસા નજીક આવેલા ભીલડી ગામે રહેતા  અને માર્કેટયાર્ડમાં.વેપાર કરતા જયરામભાઈ ખેતા ભાઈ જોશી એ માર્કેટમાજ વેપારી પરાગભાઈ કરસનભાઈ પટેલ પાસેથી ખેતીની જમીન ખરીદી હતી અને બાના પેટે ૨૫ લાખ રૂપિયા પરાગભાઈ ને આપ્યા હતા જોકે બાદમાં જમીન વેચાણ લેનાર જયરામભાઈને જાણવા મળેલ.કે  પરાગભાઈ એ તે જમીન નો ભાવ વધી ગયેલ હોવાથી આ જમીન અન્ય ને વેચવા માટે નક્કી કરેલ અને સોદો કેંશલ.કરેલ અને પરાગભાઈએ જયરામભાઈ એ  બાના પેટે આપેલ ૨૫ લાખ રૂપિયા  પરત આપવા માટે મધ્યસ્થ બેન્કનો ચેક આપેલ તેમજ બાના ખત પણ રદ કરેલ અને જણાવેલ કે અમારું ખેતર બીજી પાર્ટીને વેચેલ છે તેના પૈસા આવે પછી ચેક બેન્કમાં નાખશો તેમ જણાવેલ  જોકે ત્યારબાદ. જયરામભાઈએ એ તે ચેક દેના બેન્ક ભીલડીમાં ભરેલો પરંતુ પૂરતું બેલેંસ ના હોવાને કારણે ચેક પરત ફરેલો જેથી આ બાબતે જયરામભાઈએ એ નેગોશિયલ ઇન્સસ્તુમેન્ટ કલમ ૧૩૮ મુજબ કોર્ટ માં ફરિયાદ દાખલ કરેલ જોકે આ કેશ કોર્ટ માં ચાલી જતા કોર્ટ દ્વારા હુકમમાં જનાવાયું  હતું કે જમીનના બાનાખત માં કોઈ સાક્ષીકર્ણ કરાવેલ નથી જોકે આ જમીન પણ પરાગભાઈ ના ભાઈઓ ના નામે હોવાથી આરોપી ના નામે કોઈ જ ખેતર જણાતું નથી વળી ખેતર ક્યારે અને કઈ સાક્ષીની હાજરીમાં.તેમજ કેટલા ભાવ માં રાખ્યું છે તે સોગંદનામાંમાં જણાવેલ નથી આમ વિવિધ બાબતોમાં વિસંગતતા મળી આવતા ડીસા કોર્ટે ના બીજા એડિશનલ ચીફ જ્યૂડિસનલ મેજિસ્ટ્રેટ ફરિયાદી પક્ષના વકીલ અને આરોપી પક્ષના વકીલોની દલીલો બાદ  આ કેશના આરોપી પરાગભાઈને ૧૩૮ના ગૂંનામાં નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કરેલ છે..

Download Our B K News Today App



Related News