ડીસા કોંગ્રેસની સભામાં નેતાઓએ માથે કેસરીયો ધારણ કર્યો હવે તો લાગે છે કોંગ્રેસ પણ ભાજપમાં બની ગયું છેઃ મતદારો મુંઝવણમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 10:15:38
  • Views : 488
  • Modified Date : 2019-04-10 10:15:38

લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળના ડીસા ખાતેના કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડીયાના હસ્તે કરાયું હતું. ત્યારબાદ ડીસામાં જાહેર સભાને સંબોધતા રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડીયાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠામાં બંને પક્ષો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે ત્યારે ડીસામાં આજે કોંગ્રેસ કાર્યાલયનું ઓપનિંગ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મોદી સરકારને જુમલેબાઝ સરકાર ગણાવી હતી. આ સભામાં કોંગ્રેસના નેતાઓએ માથે કેસરી સાફો પહેર્યો હતો. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અન્ય કાર્યકર્તાઓએ સ્ટેજ ઉપર
ઉપસ્થિત થયા ત્યારે સાફા પહેરાવીને બહુમાન કર્યુ હતું પણ જાણતા કે અજાણતા કેસરી સાફા પહેરાઈ ગયા હતા. બાદમાં જાણ થતા તેમને કેસરી સાફા ઉતારીને લાલ સાફા પહેર્યા હતા. જોકે ભૂલવાની ટેવ એ કોંગ્રેસના લોહીમાં છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યાં ઉભેલા કોંગ્રેસના કાર્યક્રર્તાઓ આ ભુલને જાઈએ તેમની ઠેકડી ઉડાડતાં હતા. અને તેનું ઉદાહરણ  ગતરોજ  ડીસાની જાહેર સભામાં પણ જોવા મળ્યું હતું. પણ કહેવાય છે ને કે દેર આયે પર દુરસ્ત આયે મોડા તો મોડા કોંગ્રેસના અગ્રણીઓએ સાફો બદલ્યો હતો.
આ સભામાં કોંગેસના અગ્રણી ભાજપ આરોપો કરતાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બહાર
પડાયેલા ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ સરકારે એક પણ વાયદો પૂરો કર્યો નથી. દેશના દરેક નાગરિકના ખાતામાં રૂપિયા ૧૫ લાખ આવશે તેમ કહી સમગ્ર દેશની પ્રજાને ગુમરાહ કરી સત્તા મેળવ્યા બાદ મોદી સરકાર ઉધોગપતિઓના સરકાર બની ગઈ છે. મોદીએ તે સત્તામાં આવશે તો વિદેશમાંથી કાળું નાણું લાવવાની વાત કરી હતી.
પરંતુ નીરવ મોદી, વિજય માલ્યા સહિતના ઉદ્યોગપતિઓ દેશમાંથી સફેદ નાણાં લઈને ભાગી ગયા અને ચોકીદાર જોતા રહી ગયા તેમ જણાવી તેમણે આ જુમલેબાઝ સરકારને ઉખેડી ફેંકવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપ પાર્ટી ફક્ત બે લોકોની પાર્ટી છે પરંતુ કોંગ્રેસ પાર્ટી અનેક લોકોની પાર્ટી છે.
 સભામાં આવેલ લોકોને ભૂખ્યા રાખીને વોટ માંગવા નીકળેલા પરથીભાઇ
 ડીસામાં ગતરોજ વંદના સેલિબ્રેશનમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઇ હતી. આ સભાનો સમય સવારે ૧૧ વાગ્યાનો હતો પણ ખુદ પરથીભાઈ આ સભામાં બેથી ત્રણ કલાક મોડા આવ્યા હતા. ખરા તાપમાં બેઠેલા લોકોને બે થી ત્રણ કલાક પરથીભાઇની રાહ જોવાનો વારો આવ્યો હતો અને તેમનું ભાષણ પૂર્ણ કર્યા બાદ જ આ ભૂખ્યા લોકોને જમવાનો મોકો આપ્યો હતો. એટલે કે કોંગ્રેસની નિતી સાફ છે કે વોટ પહેલાં અને લોકો પછી. જે લોકોનું ભલુ કરવા માટે ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવતા હોય છે અને તે લોકોને જ આવી રીતે ભૂખ્યા અને તરસ્યા રાખે તો શું આ જનતા તમને વોટ આપશે ખરી ? તે મોટો પ્રશ્ન છે.
૫૬ ઇંચની છાતી તો ગધેડાની હોય છે ઃ અર્જુનભાઈ મોઢવાડિયા

ડીસાની કોંગ્રેસની સભામાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયાએ મોદીના અંધ ભક્તોની ઠેકડી ઉડાડી હતી. તેમણે જણાવ્યું હતુ કે નરેન્દ્ર મોદી જ્યારે ૫૬ ઇંચની છાતીની વાત કરે છે ત્યારે ભક્ત તાળીઓ પાડે છે પરંતુ ૫૬ ઇંચની છાતી ગધેડાની હોય છે જ્યારે ૧૦૦ ઇંચની છાતી પાડાની હોય છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અણ બનાવો
કોંગ્રેસ પક્ષની  જાહેર સભા યોજાઇ હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ક્યાંકને ક્યાંક અંદરોઅંદર  અણબનાવો બનતા હોય તેવું આ જાહેર સભામાં જોવા મળ્યું હતું. કોંગ્રેસના અગ્રણી નેતા અને માજી. ડીસા નગરપાલિકાના પ્રમુખ વિપુલ શાહને મંચ પર સ્થાન ન અપાતા ક્યાંકને ક્યાંક  રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ દિનેશભાઈ ગઢવી દ્વારા તેમને મનાવી ને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું. આમ જોવા મળે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અણ બનાવો કેટલો છે.


Download Our B K News Today App



Related News