બેંગલોર ખાતે યોજાનાર ખેલો ઇન્ડિયા ટુર્નામેન્ટમાં ડીસા કોલેજની ખેલાડી મૈત્રી ચાવડાની પસંદગી થઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-26 12:03:42
  • Views : 251
  • Modified Date : 2022-04-26 12:03:42

બેંગલોર ખાતે યોજાનાર ખેલો ઇન્ડિયા ટુર્નામેન્ટમાં ડીસા કોલેજની ખેલાડી મૈત્રી ચાવડાની પસંદગી થઈ હતી

 

      ડીસા કોલેજ રમતગમત ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા ધરાવે છે.આ કોલેજના અનેક ખેલાડીઓ ઓલ ઇન્ડિયા રમવા દેશના અલગ અલગ રાજ્યોમાં રમવા જતા હોય છે. ખાસ કરીને ડીસા ખાતે કાર્યરત d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ રમતગમત ક્ષેત્રે જાણતા થાય તે માટે દર વર્ષે યુનિવર્સિટી કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે અને યુનિવર્સિટી ખાતે યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં કોલેજના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી આજે દેશ અને દુનિયામાં પોતાની કોલેજનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે ડીસા કોલેજ માં પણ એવા અનેક રમતવીર છે કે જે આજે રમતગમત ક્ષેત્રે તૈયાર થી રાજ્ય અને દેશ લેવલે રમત રમી રહ્યા છે. અને વિજેતા બની ડીસા કોલેજ નું નામ આજે દેશ અને દુનિયામાં ગુંજતું કર્યું છે ત્યારે ડીસા કોલેજની ખેલાડી મૈત્રી ચાવડા ફેન્સિંગ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વેસ્ટઝોન સ્પર્ધામાં વિજેતા થયા બાદ આગામી ૨૯ એપ્રિલ થી ૪ મેં દરમ્યાન બેંગ્લોર ખાતે  દેશભરની યુનિવર્સિટીઓ વચ્ચે યોજાનાર ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લઈ ડીસા કોલેજનું , યુનિવર્સિટીનું તથા બનાસકાંઠા જિલ્લાનું અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધારશે. મૈત્રી ચાવડાને ખેલોઇન્ડિયા સ્પર્ધામાં સફળતા માટે તેના કોચ ડૉ. આર.ડી ચૌધરી, યુનિવર્સિટી નિયામકશ્રી ડૉ. ચિરાગભાઈ પટેલ તથા કોલેજના નિયામક સી.એસ પટેલ,પ્રિન્સિપાલશ્રી દેસાઈ સાહેબ,ઓ એસ કે.એસ ડામોર,કોલેજના કર્મચારીઓએ અને ટ્રસ્ટીશ્રીઓએ ખૂબ ખુબ અભિનંદન આપી શુભકામનાઓ પાઠવી હતી

Download Our B K News Today App



Related News