ડીસા કોલેજમાં સ્વર્ગસ્થ પરાગભાઈ પટેલ ઇન્ટર ફેકલ્ટી શ્રદ્ધાંજલિ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-15 12:26:51
  • Views : 224
  • Modified Date : 2022-03-15 12:26:51

ડીસા કોલેજમાં સ્વર્ગસ્થ પરાગભાઈ પટેલ ઇન્ટર ફેકલ્ટી શ્રદ્ધાંજલિ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

 

- ડીસા કોલેજની જુદા જુદા વિભાગની છ ટીમોએ ભાગ લીધો

 

સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે સોમવારે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ થયો હતો. જેમાં ડીસા કોલેજની જુદા જુદા વિભાગ ની છ ટીમોએ ભાગ લીધો છે.

ડીસા કોલેજના મેદાનમાં સ્વર્ગસ્થ પરાગભાઈ ત્ર્યમબકલાલ પટેલ ઇન્ટર ફેકલ્ટી શ્રદ્ધાંજલિ ક્રિકેટ ટુર્નામેન્ટ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે. જે ક્રિકેટ ટુર્નામેન્ટ તા. 14 થી 16 માર્ચ (ત્રિદિવસીય) સુધી રમાશે. ડીસાની સરદાર પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્ટાફ ટીમ, કૉમર્સ વિભાગ સ્ટાફ ટીમ, આર્ટસ વિભાગ સ્ટાફ ટીમ, બી.બી.એ-બી.એસ.સી સ્ટાફ ટીમ, નોન ટીચિંગ સ્ટાફ ટીમ અને સેલ્ફ ફાયનાન્સ સ્ટાફ ટીમ એમ છ ટીમોએ ભાગ લીધો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ નોકઆઉટ પધ્ધતિથી રમાશે. આ ટુર્નામેન્ટમાં સ્ટાફ મિત્રો ને શુભેચ્છાઓ આપવા શિવાનીબેન પટેલ, વિનોદભાઈ પટેલ, છગનભાઈ પટેલ, નિલેશભાઈ પુરોહિત અને સંસ્થાના પ્રિન્સિપાલો હાજર રહ્યાં હતાં. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉ. આર.ડી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News