ડીસા કોલેજમાંભાઈઓમાટે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સોફ્ટબોલનો પ્રશિક્ષણ કેમ્પયોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-20 11:08:14
  • Views : 182
  • Modified Date : 2022-03-20 11:08:14

ડીસા કોલેજમાંભાઈઓમાટે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સોફ્ટબોલનો પ્રશિક્ષણ કેમ્પયોજાયો હતો

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સોફ્ટબોલ રમતમાં ડીસા કોલેજનો દબદબો રહેલો છે .યુનિવર્સિટી સોફ્ટબોલ  ટીમમાં પસંદગી થયેલા જુદી જુદી કોલેજના બેસ્ટ ખેલાડીઓનો પ્રશિક્ષણ કેમ્પ તારીખ 15032022 થી19032022 દરમ્યાન

ડીસા કોલેજમાં યોજાયો. જેમાં ઊંઝા, પાટણ, ખેરાલુ, ચાણસ્મા, તલોદ,મોડાસા, પ્રાંતિજ, ઇડર અને ડીસા જેવી 9 કોલેજના 16 ખેલાડીઓ પસંદગી થઈ આ કેમ્પમાં જોડાયા.

      આગામી 23 માર્ચ થી 27 માર્ચ દરમ્યાન આંધ્રપ્રદેશના ગંતુર યુનિવર્સિટી ખાતે  આ ખેલાડીઓ ઓલ ઇન્ડિયા સોફ્ટબોલ રમતમાં ભાગ લેવા જવાના છે.

    આ પ્રશિક્ષણ કેમ્પનું આયોજન ડીસા કોલેજના અધ્યક્ષ પ્રોફેસર. ડૉ. આર.ડી ચૌધરીએ કરેલ.

    ડીસા કોલેજને કેમ્પ ફાળવવા બદલ કોલેજના ટ્રસ્ટીશ્રીઓએ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટરશ્રી ચિરાગભાઈ પટેલનો આભાર માની તમામ ખેલાડીઓને  સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી યુનિવર્સિટીનું નામ રોશન કરવા શુભકામનાઓ  પાઠવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

Download Our B K News Today App



Related News