ડીસા સીવીલ હોસ્પિટલ ખાતે કેસબારી અને હેલ્પ ડેસ્કનું ઓપનિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-03 17:01:30
  • Views : 551
  • Modified Date : 2019-12-03 17:01:30

જનરલ હોસ્પિટલ ડીસા ખાતે કેશ બારી અને હેલ્પ ડેસ્ક સેન્ટરનો શુભારંભ ડીસા સીવીલ હોસ્પિટલ ખાતે કેસબારી અને હેલ્પ ડેસ્કનું ઓપનિંગ ધારાસભ્ય શશીકાન્તભાઈ પંડ્યાના હસ્તે  કરવામાં આવ્યું હતું.ડીસામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની તેમજ ડોક્ટરોની કામગીરી ખૂબ જ સારી હોવાથી ડીસાની આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં સારવારઅર્થે ડીસા આવતા હોવાથી સિવિલ હોસ્પિટલમાં આવતા લોકોને અગવડતા ન પડે તે માટે નવીન કેસબારીનું ઓપનિંગ ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાના હસ્તે કરવામાં  કરવામાં આવ્યું હતું. તેમજ હેલ્થ ડેસ્ક સેન્ટર પણ ખોલવામાં આવ્યું હતું. જેથી કરીને આવનાર દર્દીને કોઈ અગવડતા પડે કે કોઈ પ્રશ્ન હોય તો હેલ્પ સેન્ટરમાં પૂછપરછ કરી પોતાની મુંજવન દૂર કરી શકે છે.આમ ડીસા સિવિલ હોસ્પિટલમાં આવતા ડાયાબિટીસના દર્દીઓને આરોગ્ય અને પરિવાર વિભાગ દ્વારા દર્દીઓને રૂપિયા ૩૦૦૦ની આર્થિક સહાય આપવાના ચેકોનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.તેમજ આ કાર્યક્રમમાં નાયબ કાર્યપાલ ઈજનેર લીંબાચીયા, ડીસા જનરલ હોસ્પિટલ અધિક્ષક ડો. રવિ રાજપુરોહિત, ભાજપના પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઈ દવે, સિવિલ હોસ્પિટલના ડો. ખાન અકેડીયા તેમજ સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.

Download Our B K News Today App



Related News