ડીસા ખાતે ડીસા શહેર દક્ષિણ અને ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-29 12:07:23
  • Views : 271
  • Modified Date : 2021-12-29 12:07:23

 

ભારતના મોટા ભાગના રાજ્યોમાં દારૂ પ્રતિબંધિત નથી પરંતુ ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.. અને અહી દારૂની બદીને અટકાવવા માટે પોલીસ પણ ખૂબ જ સક્રિય રહેતી હોય છે.. ગુજરાતમાં દારૂનો જથ્થો ભાગ્યે જ જાહેરમાં જોવા મળતો હોય છે.. પરંતુ આજે ડીસામાં અંદાજિત ચાલીસ લાખની કિંમતનો જથ્થો રસ્તા પર જોવા મળ્યો હતો.. તમે જોઈ રહ્યા છો કે આ દારૂના જથ્થા પર ફરતા બુલડોઝરને... આ જથ્થો ડીસા શહેર દક્ષિણ અને ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં ઝડપી પાડવામાં આવેલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સ્થાનિક નાયબ કલેકટર, નાયબ પોલીસ અધિક્ષક, નશાબંધી અધિકારીની હાજરીમાં ૩૯,૧૫,૧૯૫ રૂપિયાની કિંમતની ૨૪૩૪૨ દારૂ અને બીયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.. આ જથ્થો છેલ્લા બે વર્ષ દરમ્યાન ઝડપી પાડવામાં આવેલો જથ્થો છે.. આજે આ તમામ જથ્થાનો નાશ કર્યા બાદ કાચની બોટલો અને પુઠ્ઠાને જમીનમાં લગભગ દશ ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યા હતા..

દારૂના જથ્થાનો નાશ કરતી વખતે તકેદારીના ભાગરૂપે ફાયર ફાઇટર પણ ઉપલબ્ધ હતો.. અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત બંદોબસ્ત સાથે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને દારૂના જથ્થાનો નાશ કરતી વખતે કોઈ અનિચ્છનિય ઘટના ના બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામા આવ્યું હતું.

Download Our B K News Today App



Related News