ડીસામાં TDO કચેરીમાં દારૂ પીધેલી હાલતમાં બેહૂદું વર્તન કરતાં હોવાના આક્ષેપો થતાં ડીસા શહેર ઉત્તર પોલીસે તાલુકા વિકાસ અધિકારીની અટકાયત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-03 11:54:48
  • Views : 2002
  • Modified Date : 2021-11-03 11:54:48

ગુજરાતમાં દારૂ બંધી છે અને અહી દારૂ પીવો ગુન્હો બને છે.. ત્યારે ડીસાના તાલુકા વિકાસ અધિકારી તેમની કચેરીમાં દારૂ પીધેલા હોવાના આક્ષેપો થયા છે.. આક્ષેપો કર્યા છે તાલુકા પંચાયત કચેરીમાં આવતા અરજદારોએ... છેલ્લા ઘણા સમયથી ડીસાની તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ દસ્તાવેજો માટે વિધાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે.. જેથી વિધાર્થીઓ પરેશાન થઈ ઉઠ્યા છે.. આજે પણ આવકના દાખલા અને ક્રિમિલિયર સર્ટિફિકેટ લેવા આવતા વિધાર્થીઓને પ્રમાણપત્રો ના મળતા વિધાર્થીઓ અકલાઈ ઉઠ્યા હતા અને અંગે ડીસા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકીને રજૂઆત કરવા માટે તેમની ચેમ્બરમાં ગયા હતા.. દરમ્યાન અચાનક વિધાર્થીઓ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જતાં તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને વિધાર્થીઓ સાથે ધક્કા મુક્કી કરવા ઉપરાંત ગાળા ગાળી પર ઉતરી આવ્યા હતા.. ઘટનામાં રજૂઆત કરવા આવેલા વિધાર્થીઓએ જણાવ્યુ હતું કે તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી તેમની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં હતા.. અને તેના લીધે વિધાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો.. ઘટનાને પગલે જ્યારે મીડિયાકર્મીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા ત્યારે તાલુકા વિકાસ અધિકારી અસાધારણ અવસ્થામાં જોવા મળ્યા હતા.. પ્રાથમિક દ્રષ્ટિએ તેમણે નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાનું જણાતું હતું.. અને મીડિયતા સાથેની વાતચીતમા પણ તાલુકા વિકાસ અધિકારી યોગ્ય રીતે પ્રત્યુત્તર આપવા માટે સમર્થ જણાયા નહોતા...

ઘટનામાં તાલુકા વિકાસ અધિકારી સભાન અવસ્થા હોવાનું વિધાર્થીઓ જણાવી રહ્યા છે અને આજે બનેલી ઘટનાને પગલે પણ વિધાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે... વિધાર્થીઓના આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી ડીસાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા વિધાર્થીઓને સમયસર પ્રમાણ પત્રો આપવામાં આવતા હોવાથી વિધાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.. આજે જ્યારે અંગે રજૂઆત કરવા માટે વિધાર્થીઓ પહોંચ્યા ત્યારે તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી બેહૂદા વર્તન પર ઉતરી આવ્યા હતા અને સભાન અવસ્થામાં પણ નહોતા...

ડીસાના તાલુકા વિકાસ અધિકારી પ્રાથમિક દ્રષ્ટિએ નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાનું જણાઈ આવતા વિધાર્થીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તાલુકા વિકાસ અધિકારીને તેમની ચેમ્બરમાં ઘેરી લીધા હતા.. ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ તાલુકા પંચાયત ખાતે પહોંચી હતી. અને તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકીની અટકાયત કરી હતી.. તાલુકા વિકાસ અધિકારીને પોલીસ લઈને જઇ રહી હતી ત્યારે વિધાર્થીઓ પણ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા.. જેને પગલે પોલીસે પણ સુરક્ષિત રીતે તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતથી ડીસા શહેર ઉત્તર પોલીસ મથક લઈને આવી હતી અને બાદમાં તાલુકા વિકાસ અધિકારીના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..

Download Our B K News Today App



Related News